કેંસર સામે લડી રહેલી સોનાલી બેંદ્રેએ મિત્ર અભિષેક બચ્ચન માટે જાણો શું કરી પ્રાર્થના
પોતાની સુંદર અદાઓ અને એક્ટિંગથી 2 દાયકાઓ સુધી બોલીવુડમાં જગ્યા બનાવનાર સોનાલી બેંદ્રે હાલ કેંસર સામે લડી રહી છે. પરંતુ પોતાની ગંભીર બીમારી પછી પણ તે તેની મિત્રતા નિભાવવાનું ભુલી નથી.
નવી દિલ્હી: પોતાની સુંદર અદાઓ અને એક્ટિંગથી 2 દાયકાઓ સુધી બોલીવુડમાં જગ્યા બનાવનાર સોનાલી બેંદ્રે હાલ કેંસર સામે લડી રહી છે. પરંતુ પોતાની ગંભીર બીમારી પછી પણ તે તેની મિત્રતા નિભાવવાનું ભુલી નથી. આ વાતનું ઉદાહરણ ઘણીવાર આપ્યું છે. હાલમાં સોનાલીએ અભિષેક બચ્ચનને ફિલ્મ મનમર્જિયાને લઇ મેસેજ મોકલીને મિત્રતા નિભાવી છે.
ટ્વિટ કરી પાઠવ્યા અભિનંદર
સોનાલીએ ટ્વિટર પર અભિષેક બચ્ચને તેની ફિલ્મને લઇને એક મેસેજ કર્યો હતો. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ઘણા અહેવાલોમાં મનમર્જિયા વિશે પહેલાથી જ સારી બાબતો જાણવા મળી છે. તેઓ આ ફિલ્મને વિશે ખૂબ ઉત્સાહિત છે. જૂનિયર બચ્ચનને તેમણે આ ફિલ્મને લઇ સ્પેશ્યિલ અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે સોનાલીએ અભિષેક ઉપરાંત કોઈ પણ વ્યક્તિ માટે આ પોસ્ટમાં હેશટેગ કર્યું નથી. એટલા માટે કહી શકાય છે કે આ ટ્વિટ કોઇ ફોર્મલ ટ્વિટ નથી પરંતુ મિત્રતા નિભાવ્યાનું ખાસ ઉદાહરણ છે.