નવી દિલ્હી :નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધી પ્રદર્શન કેન્દ્ર બનેલ શાહીન બાગ (Shaheen Bagh) માં શનિવારે સાંજે એક યુવકે ગોળીબાર કર્યું હતું, જેના બાદ ત્યાં અફરાતફરી પેદા થઈ હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને પકડી લીધો હતો. ગોળીબારીની આ ઘટના શાહીનબાગના એ જગ્યાથી થોડેક દૂર એ જગ્યા પર બની હતી, જ્યાં દોઢ મહિનાથી સીએએ વિરોધી ધરણા ચાલુ છે. શનિવારની આ ઘટના બાદ ધરણા પર બેસેલા લોકોમાં ગુસ્સો ભડકી ગયા હતા. લોકોએ દિલ્હી પોલીસની વિરુદ્ધ જોરદાર નારાબાજી કરી હતી. આ મામલામાં હવે બોલિવુડની ફેમસ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) નું નિવેદન સામે આવ્યું છે.  


રસ્તા પર ઉભા રહીને સસ્તી ચિકન બિરયાની ખાવાની આદત હોય તો જરૂર વાંચી લો આ કામના ન્યૂઝ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સોનમ કપૂરે રવિવારે ટ્વિટ કરીને લખ્યું કે, આ એક એવી બાબત છે, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ભારતમાં આવું પણ થશે. લોકોમાં ભાગલા પાડનારી આ ખતરનાક રાજનીતિને રોકો. તે નફરતને વધારી રહી છે. જો તમે હિન્દુ ધર્મમાં માનો છો તો સમજો કે આ ધર્મ ‘કર્મ અને ધર્મ’નો છે અને તે બંનેમાંથી કંઈ પણ નથી.


પત્રકારોને ચેક આપવાનો વિવાદ વકર્યો, રાજકોટ કલેક્ટરે સ્પષ્ટતા કરીને કહ્યું કે...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બોલિવૂડના અન્ય સમાચાર