મુંબઇ: પરપ્રાંતિય મજૂરોની મદદ માટે અભિનેતા સોનુ સૂદ આગળ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરકારની પરવાનગી લીધા બાદ તેણે કોવિડ -19 મહામારીની વચ્ચે ફસાયેલા પરપ્રાંતિય મજૂરો માટે બસની જાતે જ વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં સુદ મજૂરોને વિદાય આપવા પણ પહોંચ્યો હતો. સોનુએ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ માટે ઘણી બસોનું આયોજન કર્યું છે. આ બસો સોમવારે મહારાષ્ટ્રના થાણેથી કર્ણાટકના ગુલબર્ગા જવા રવાના થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 'ક્રાઇમ પેટ્રોલ'ના જાણીતા અભિનેતા શફીક અંસારીનુ થયુ નિધન, કેન્સરે લીધો જીવ


એક્ટર પણ મજૂરોને અલવિદા કહેવા માટે બસ ટર્મિનલ પર ગયો હતો. આ અંગે સોનુએ કહ્યું, "મને વિશ્વાસ છે કે હાલના સમયમાં જ્યારે આપણે બધા આ વૈશ્વિક સ્વાસ્થ્ય આપત્તિનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે દરેક ભારતીય તેમના પરિવારો અને પ્રિયજનો સાથે રહેવા માગે છે. મેં મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરકાર પાસેથી આ પ્રવાસીઓના ઘર પરત ફરવામાં મદદ કરવા માટે લગભગ દસ બસોએ સત્તાવાર મંજૂરી લીધી છે."


શાહરૂખે ફેન્સને આપી વીડિયો કોલ પર વાત કરવાની તક, બસ કરવું પડશે આ કામ


તેણે વધુ કહ્યું કે, "મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓ ઘણા મદદગાર છે, ખાસ કરી કાગળની કામગીરી કરવામાં અને કર્ણાટક સરકાર પણ તેમના પ્રવાસીઓને ઘર પરત લાવવા માટે ઘણા મદદરૂપ થઈ છે. મને નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતા સહિત રસ્તા પર જતા પ્રવાસીઓને જોઈને ઘણું દુ:ખ થઈ રહ્યું હતું. હું મારી ક્ષમતા અનુસાર અન્ય રાજ્યો માચે પણ આવું જ કરીશ. સૂદે પોતાની એક ટ્વિટમાં લખ્યું છે કે મજૂરોનાના ચહેરા પર સ્મિત લાવવાથી તેમનો દિવસ બની ગયો છે.


આ પણ વાંચો:- લૉકડાઉનનો નિયમ તોડીને મુશ્કેલીમાં ફસાઈ પૂનમ પાંડે, દાખલ થયો કેસ


આ ઉપરાંત તાજેતરમાં સોનુએ પંજાબના ડોકટરોને લગભગ 1500 પીપીઈ કિટ્સ દાનમાં આપી હતી. તે જ સમયે, તેણે જુહુમાં તેની હોટલનો ઉપયોગ ફ્રન્ટલાઈન કાર્યકરના નિવાસસ્થાન તરીકે કરવાની પણ રજૂઆત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube