નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદ (Sonu Sood) એ રવિવારે એક સમાચાર પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, તેના નામ પર એક મટન શોપનું નામ રાખવામાં આવ્યું છે. જ્યારે તે ખુદ શાકાહારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનૂ સૂદના નામની મટન શોપ ખુલી
સોનૂ સૂદ (Sonu Sood) એ તેલુગુમાં એક સમાચાર વીડિયો પર પ્રતિક્રિયા આપી જેમાં કહેવામાં આવ્યું કે, તેલંગણાના કમીરનગરમાં પોતાના નામ પર એક મટનની દુકાનનું નામ રાખવામાં આવ્યું છે. 


હળવા અંદાજમાં આપ્યો જવાબ
ટ્વિટર પર આવેલી ખબર પર હળવા અંદાજમાં પ્રતિક્રિયા આપતા અભિનેતાએ લખ્યું- હું શાકાહારી છું. મારા નામ પર મટનની દુકાન છે? શું હું કંઈક શાકાહારી દુકાન ખોલવામાં તેની મદદ કરી શકુ છું. 


આ અભિનેત્રીની પહેલી કિસ હતી એકદમ ભયાનક, ચોંકાવનારો અનુભવ શેર કર્યો

જૂનમાં આ રાજ્યથી થશે શરૂઆત
તેમણે હાલમાં ટ્વીટ કર્યું હતું કે, આ જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે મારા ઓક્સિજન પ્લાન્ટનો પ્રથમ સેટ કુરનૂલ સરકારી હોસ્પિટલમાં અને એક જિલ્લા હોસ્પિટલ, આત્માકુર, નેલ્લોર, એપીમાં જૂન મહિનામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ અન્ય જરૂરીયાતમંદ રાજ્યોમાં વધુ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ સમય ગ્રામીણ ભારતનું સમર્થન કરવાનો સમય છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube