નવી દિલ્હી: અક્ષયકુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ સૂર્યવંશી શુક્રવારે 5 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. અક્ષયકુમાર અને રોહિત શેટ્ટીને પહેલીવાર સાથે  જોવા માટે દર્શકો છેલ્લા બે વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. શૂટિંગ દરમિાયન જ ફિલ્મ ખુબ ચર્ચામાં રહી. પરંતુ ત્યારબાદ કોવિડના કારણે રિલીઝ અટકી ગઈ અને ફિલ્મનો ઈન્તેજાર લંબાતો ગયો. હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે દમદાર ઓપનિંગ મેળવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું રહ્યું  કલેક્શન
કોપ ડ્રામા સૂર્યવંશીએ થિયેટરોમાં આવતાની સાથે જ ખોવાયેલી રંગત પાછી લાવી દીધી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાના શરૂઆતના આંકડા મુજબ ફિલ્મે પહેલા દિવસે 26 કરોડનું ધાંસૂ ઓપનિંગ મેળવ્યું છે. કેટલીક જગ્યાઓ પર ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો જ્યારે ક્યાંક તેની શરૂઆત ધીમી રહી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube