નવી દિલ્હી: કોવિડના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લાંબા સમય સુધી સિનેમાઘરોમાં સન્નાટો જોવા મળ્યો હતો. પહેલા તો સરકારની ગાઈડલાઈન્સના કારણે થિએટર્સ ખૂલી રહ્યા નહોતા, પરંતુ જ્યારે સિનેમાઘરો ખૂલ્યા ત્યારે લોકો સૌથી વધુ થિએટર્સમાં ફિલ્મ જોવા પહોંચી રહ્યા છે. ઘણા લાંબો સમય વિતી ગયો હતો અને આવા સમયે લોકોને OTT પર ફિલ્મો જોવાની આદત પણ લાગી ગઈ હતી, તો અમુક લોકો તો હજુ પણ કોવિડના મારથી હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભયાનક દુર્ઘટના: સિએરા લિયોનમાં ફ્યૂઅલ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 92ના મોત, લોકો સ્ટ્રેચર પર નગ્ન અવસ્થામાં દેખાયા


થિએટર્સમાં રિલીઝ થઈ સૂર્યવંશી
કોરોના વાયરસ મહામારીના કારણે ઘણી વખત ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી પરંતુ છેવટે દિવાળીના તહેવારો પર રોહિત શેટ્ટી (Rohit Shetty)એ આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરી.. સૂર્યવંશી (Sooryavanshi)ના રિલીઝ થતાંની સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં સિનેમાઘરોની બહાર લાઈનો લગાવી રહેલા પ્રશંસકોમાં જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી રહી છે.


બ્રાઝિલની પ્રખ્યાત સિંગરની પ્લેન ક્રેશમાં મોત, મ્યૂઝિક કોન્સર્ટમાં જતી વખતે અકસ્માત નડ્યો


થિએટ્સમાં રોહિત શેટ્ટીનો ધમાકો
રિલાયંસ એન્ટરટેનમેન્ટએ જણાવ્યું હતું કે દેશના ઘણા ભાગોમાં એવું જોવા મળ્યું કે થિએટર્સમાં દર્શકોની સંખ્યા સીમિત હોવા છતાં બોક્સ ઓફિસ પર ફિલ્મ ઘણો સારો કારોબાર કરી રહી છે. રિલાયંસના મતે, રોહિત શેટ્ટી (Rohit Shetty) નિર્દેશિત સૂર્યવંશી (Sooryavanshi) એ પહેલા જ દિવસે દેશના મોટા ભાગોમાં 50 ટકા છૂટછાટ હોવા છતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.


કોમેન્ટ્રી કે IPL? T20 WC પછી ક્યાં જશે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી, ઓફર્સની તો ભરમાર છે પણ...


ક્યારે અને ક્યાં ક્યાં ખૂલ્યા થિએટર્સ?
દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત ઘણા રાજ્યોએ જુલાઈ-ઓગસ્ટ મહિનાથી જ થિએટર્સનું સંચાલન ફરીથી શરૂ કરી દીધું હતું. જોકે, હિન્દી ફિલ્મ ઉદ્યોગ માટે એક મુખ્ય બજાર મહારાષ્ટ્રમાં થિએટર ઓક્ટોબરમાં 50 ટકાની ક્ષમતાની સાથે ફરીથી ખૂલ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube