નવી દિલ્હીઃ પાછલા દિવસોમાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાની ઘટનાઓને લઈને સોશિયલ મીડિયામાં ઘણા કહેવામાં આવી રહ્યું છે, લખવામાં આવી રહ્યું છે. આરોપ-પ્રત્યારોપોનો સમય ચાલી રહ્યો છે. તેવામાં સૂર્યવંશીના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ દિલ્હી હિંસાને લઈને સવાલ પૂછવા પર જે કહ્યું, તે ખુબ જરૂરી છે અને દરેકે તે સાંભળવું જોઈએ. આ સવાલ તમને હચમચાવી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈમાં સૂર્યવંશીના ટ્રેલર લોન્ચ દરમિયાન મીડિયા સાથે ચર્ચામાં જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'થોડો ગંભીર મુદ્દો છે અને ઘણા લોકો આ વિશે વાત કરી રહ્યાં છે. આ સમયે સૌથી સારૂ હશે આપણે બધા માટે થોડા શાંત રહીએ. જે અધિકારી છે, જે આપણી સરકાર છે અને જે આપણા લોકો છે... તે ત્યાં છે. અહીં પર મુંબઈમાં આમ હસી-મજાક કરીને જે ત્યાં લોકો પર વીતી છે, તેના પર વાત કરવી ખુબ સરળ છે.'


અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ, સિંઘમ-સિમ્બાને પણ આપે છે ટક્કર


રોહિત શેટ્ટીએ આગળ કહ્યું, 'સૌથી મોટી વાત છે આ સમયે હિન્દુસ્તાને ચુપ રહેવું જોઈએ બધા આવીને બોલી રહ્યાં છે અને અંધાધૂંધ વધતી જાય છે. શાંત રહેશો, આપ મેળે થશે. ત્યાં પર એક સીએમ છે, બધા લોકો છે અને ગ્રાઉન્ડ પર જે થાય છે, ક્યારેય તોફોનો જોયા છે, તમારામાંથી કોઈએ? ક્યારેય આમ ન કરવું જોઈએ. આપણે બધાએ ચુપ રહેવું જોઈએ. અમે લોકો અહીં આવ્યા મસ્તી કરવા અને હું બોલી દઈશ, લેક્ચર કરવાને, મારી થોડી સોશિયલ મીડિયામાં વાહ વાહ થઈ પણ જશે. પરંતુ આ સમયે આપણે બધાએ ચુપ રહેવું જોઈએ. થોડા દિવસ માટે. જેના પર જે વીતી રહી છે, તેનો ઉકેલ આવી જાય. પછી બધા બોલી શકે છે.'


સૂર્યવંશીમાં અક્ષય કુમાર અને કેટરીના કેફ મુખ્ય ભૂમિકામાં છે, તો અજય દેવગન અને રણવીર સિંહ પોત-પોતાના સિંઘમ અને સિમ્બા વાળા અંદાજમાં કેમિયો આપશે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ 24 માર્ચે રિલીઝ થઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો બોલીવુડના અન્ય સમાચાર