highest Paid Actress મુંબઈ: હાલમાં સાઉથ ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આવનારી ફિલ્મ પુષ્પા-2ને લઈને ખૂબ ચર્ચામાં છે. ચારેબાજુ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાને લઈને વાતો થઈ રહી છે. સાથે જ લોકોને બંને સ્ટાર્સની આ ફિલ્મની રિલીઝ થવાની આતુરતાથી રાહ છે. અલ્લુ અર્જુન સાઉથનો સુપરસ્ટાર છે અને તેની લોકપ્રિયતાનો કોઈ જોડ નથી. પરંતુ રશ્મિકા મંદાનાની જો વાત કરીએ તો તે પણ કમ નથી. જી હા, રશ્મિકા મંદાનાએ બોક્સ ઓફિસ પર પોતાની એવી પકડ બનાવી છે કે તેણે 8 વર્ષમાં ટિકિટ બારી પર ધમાલ મચાવી દીધી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે રશ્મિકા મંદાનાએ એવું શું કર્યું છે. તો તે પણ જાણી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 વર્ષમાં 15 સુપરહિટ ફિલ્મ:
રશ્મિકા મંદાનાએ 8 વર્ષ પહેલાં ફિલ્મોની દુનિયામાં એન્ટ્રી કરી હતી. જી હા, માત્ર 8 વર્ષમાં જ સાઉથની આ હસીનાએ 15 હિટ ફિલ્મો આપી દીધી છે. અને તે દુનિયાની સામે એક સુપરસ્ટાર બનીને સામે આવી છે. રશ્મિકા મંદાનાએ 2016માં ફિલ્મ કિરિક પાર્ટીથી ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યુ હતું. આ એક કન્નડ ફિલ્મ હતી અને બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી.