સાઉથના સુપરસ્ટાર વેણુ માધવનું માત્ર 39 વર્ષે નિધન
સાઉથ સિનેમા (South Film)ના સુપરસ્ટાર અને જાણીતા કોમેડિયન વેણુ માધવ (Venu Madhav)નું આકસ્મિક નિધન થયું છે. અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેમનું મોત થયું છે. વેણુ માધવના પરિવારના લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે. વેણુ માધવે 150થી વધુ તેલુગુ (Telugu Films) અને તમિલ ફિલ્મો (South Film Actor)માં અભિયાન કર્યો છે. તેમની ઉંમર માત્ર 39 વર્ષ હતી.
નવી દિલ્હી :સાઉથ સિનેમા (South Film)ના સુપરસ્ટાર અને જાણીતા કોમેડિયન વેણુ માધવ (Venu Madhav)નું આકસ્મિક નિધન થયું છે. અચાનક તબિયત ખરાબ થવાને કારણે તેમનું મોત થયું છે. વેણુ માધવના પરિવારના લોકોએ આ વાતની પુષ્ટિ કરી છે. વેણુ માધવે 150થી વધુ તેલુગુ (Telugu Films) અને તમિલ ફિલ્મો (South Film Actor)માં અભિયાન કર્યો છે. તેમની ઉંમર માત્ર 39 વર્ષ હતી.
આ ઘરને ધ્યાનથી જુઓ!! પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે છોટાઉદેપુરમાં કરાયેલી આ પહેલને સેલ્યુટ કરવા જેવી છે
સૌથી પહેલા વેણુ માધવના નજીકના મિત્ર વામસી કાકાએ સોશિયલ મીડિયા પર વેણુના નિધનના સમાચાર આપ્યા હતા. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે, ફેમસ અભિનેતા વેણુ માધવ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. વામસીએ પોતાની ટ્વિટમાં એમ પણ કહ્યું કે, વેણુના પરિવારના લોકોએ આ વાતની માહિતી આપી છે. વામસી કાકાની આ શ્રદ્ધાંજલિવાળી પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર શોકની લહેર ફેલાઈ ગઈ હતી. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, વેણુએ બુધવારે બપોરે 12.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં વેણુની તબિયત અચાનક બગડી હતી. તેઓ સિકંદરાબાદની એક હોસ્પિટલમાં એડમિટ હતા. જાણકારી અનુસાર, ગત બે સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી હતી. 22 સપ્ટેમ્બરના રોજ તબિયત સારી થવાથી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરાયા હતા.
તેના બાદ 24 સપ્ટેમ્બરના રોજ વેણુ માધવ એકવાર ફરીથી બીમાર થયા હતા અને તેમને ફરીથી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યારથી તેમે આઈસીયુમાં લાઈફ સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તબીબોએ 25 સપ્ટેમ્બર બુધવારે બપોરે જણાવ્યું કે, વેણુ માધવનું નિધન થયું છે. વેણુના નિધનની સાથે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં દુખની લહેર ફેરવાઈ છે.
પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ વેણુના નિધનની ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે. વેણુએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત 1997માં કરી હતી. કોમેડિયન આર્ટિસ્ટ હોવાની સાથે વેણુએ હંગામા, ભૂકૈલાસ અને પ્રેમાભિશકમમાં લીડ હીરોના રોલ તરીકે નજર આવ્યા હતા. વેણુએ તેલુગુ અને તમિલ ભાષાની 150થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :