ઋષિ કપૂર અને ઇરફાન ખાનને સ્ટ્રીટ કલાકારોએ અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ
ઋષિ કપૂર અને ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી, પરંતુ તેમના ફેન્સ ક્યારેય તેમને ભૂલવાના નથી. મુંબઈ અને બેંગલુરૂના કલાકારોએ આ સિતારાને યાદ કરતા શું બનાવ્યું છે, તમે પણ જુઓ.
નવી દિલ્હીઃ વર્ષ 2020માં Covid-19 મહામારીથી લઈને આપણાને ગુમાવવાનું એવું દુખ આપ્યું છે, જેની ભૂલી શકાય નહીં. બોલીવુડે તો બે દિવસની અંદર બે એવા સિતારાને ગુમાવી દીધા, જેનું આમ અચાનક જવુ કોઈએ વિચાર્યું પણ નહોતું. બોલીવુડના દમદાર કલાકારોમાંથી એક ઇરફાન ખાને 29 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા તો 30 એપ્રિલે ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહ્યું હતું. દેશના કેટલાક કલાકારોએ પોત-પોતાની કલાના માધ્યમથી આ બે મહાન હસ્તિઓને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે.
વિશ્વભરના લોકોએ આ બંન્ને સિતારાઓ માટે શોક વ્યક્ત કર્યો અને પોત-પોતાની ભાવનાઓ અને પ્રેમ વ્યક્ત કર્યો હતો. બેંગલુરૂના એક ફેમસ સ્ટ્રીટ આર્ટિસ્ટે બંન્ને સિતારાઓને પોતાના અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી, જેની ઇન્ટરનેટ પર ખુબ ચર્ચા થઈ રહી છે. બીજીતરફ મહારાષ્ટ્રના આર્ટિસ્ટ અને કમ્યૂનિકેશન ડિઝાઇનર રંજીત દહિયાએ પણ ચાહિતા સ્ટાર ઇરફાનને જરા અનોખા અંદાજમાં યાદ કર્યાં છે.
નીતૂ કપૂરે પોસ્ટ શેર કરી ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફનો માન્યો આભાર
લોકો સોશિયલ મીડિયા પર તેને શેર કરી રહ્યાં છે અને આ કલાકારોની કૃતિની ખુબ પ્રશંસા થઈ રહી છે. મહત્વનું છે કે ઇરફાન ખાન અને ઋષિ કપૂર બંન્નેને બે વર્ષ પહેલા કેન્સર ડિટેક્સ થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube