અયોધ્યા : ભગવાન રામ (Rama) પ્રત્યે સમગ્ર અયોધ્યા (Ayodhya)માં ભારે ભક્તિભાવ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં અહીંના એક મુસ્લિમ પરિવારે અનોખો રસ્તો અપનાવીને પોતાના દીકરાના આમંત્રણ કાર્ડ પર કેલેન્ડરની સાથેસાથે ભગવાન હનુમાનની તસવીર પ્રિન્ટ કરાવી છે. આ સિવાય પરિવારે કાર્ડ પર બ્રહ્મા, વિષ્ણુ, શિવ, હનુમાન અને નારદ મુનિની તસવીર પણ પ્રિન્ટ કરાવી છે. આ આમંત્રણ કાર્ડ પાછળ વિગતો છપાયેલી છે કે મો. મુબીનના દીકરા મો. નાસિર અને અને તેમની દીકરી અમીના બાનોના લગ્ન ક્રમશ: શુક્રવારે અને રવિવારે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મો. મુબીન છરેરા ગામના રહેવાસી છે. તેમનો દાવો છે કે તેમની આસ્થા અલ્લાહ સાથે હિંદુ દેવી દેવતાઓ સાથે પણ છે. રસુલાબાદની રાજકીય હોમિયોપેથી હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે ફરજ બજાવી રહેલા મો. મુબીને કહ્યું છે કે આવું કાર્ડ છપાવવા માટે તેમના પર કોઈ દબાણ નથી અને પરિવારની મંજૂરી સાથે જ કાર્ડની પસંદગી કરાઈ છે. 


પોતાનો અનુભવ જણાવતા મો. મુબીને કહ્યું છે કે મેં તમામ મિત્રો અને પરિવારજનોને જ્યારે આ કાર્ડ મોકલ્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું પણ કોઈએ વાંધો નથી ઉપાડ્યો. જે પરિવારમાં મારા બાળકોના લગ્ન થઈ રહ્યા છે તેમને પણ કોઈ સમસ્યા નથી. મો. મુબીને લગભગ 700 હિંદુ મિત્રોને લગ્નનું કાર્ડ મોકલ્યું હતું અને તમામે આ પ્રયાસની પ્રશંસા કરી હતી. 


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube