Navratri 2024: નવરાત્રિમાં કયા દિવસે માતાજીને જમાડશો કયો ભોગ? જાણો પ્રસાદીનું મહત્ત્વ
Navratri 2024: નવલાં નોરતામાં દરેક દિવસે બનાવો સ્પેશિયલ પ્રસાદ, કયાં દિવસે શું બનાવવું તે જાણ લો...9 દિવસ ઉજવાતા નવરાત્રિના પર્વનું ખુબ જ મહત્વ છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ 9 દિવસ દરમિયાન અલગ અલગ દેવીશક્તિનું પૂજન કરવામાં આવે છે.
Navratri 2024: નવરાત્રિના નવ દિવસ અવનવા કપડા પહેરીને ગરબા કરવાની સાથે માતાજીના પૂજનનું પણ મહત્વ છે. આ નવ દિવસ માતાજી પ્રસાદ ચઢાવવામાં આવે છે. ત્યારે આ વખતે તમે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીને શું પ્રસાદ ચઢાવશો. આ પ્રશ્ન જો તમારા મનમાં આવી રહ્યો છે તો આજે અમે તમને માતાજીને ચઢાવવાના વિવિધ પ્રસાદો વિશે જણાવીશું. આજે અમે તમને જણાવીશું કે ક્યાં દિવસે ક્યો પ્રસાદ માતાને અર્પિત કરવો જોઈએ.
9 દિવસ ઉજવાતા નવરાત્રિના પર્વનું ખુબ જ મહત્વ છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આ 9 દિવસ દરમિયાન અલગ અલગ દેવીશક્તિનું પૂજન કરવામાં આવે છે. તેમની પૂજા અર્ચના કરીને ભોગ ધરાવવામાં આવે છે. આ સાથે માતાજીના ગરબા કરવામાં આવે છે.
1. નવરાત્રિના પહેલાં દિવસે શૈલપુત્રીનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ નોરતે માતાને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય લાભ આપે છે. દેવી શૈલીને ઘી ઘણું જ પસંદ હતું. એટલા માટે તમારે પહેલા દિવસે શુધ્ધ દેશી ઘીમાંથી બનેલો પ્રસાદ અર્પિત કરવો જોઈએ.
2. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જગત માતાને ખાંડ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિને જીવનદાન મળે છે. માતા બ્રહ્મચારિણીનું રૂપ એ માતા પાર્વતિને સમર્પિત છે. એવી માન્યતા છે કે, આ જ દિવસે પુન:દેવી પોતાના પતિ શિવને પામ્યા હતા. એટલા માટે તેમણે ખાંડમાંથી બનાવેલી વસ્તુનો ભોગ લાગવામાં આવે છે.
3. નવરાત્રિના ત્રીજા દિવસે માતાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને દૂધ અર્પણ કરવું જોઈએ અને તે જરૂરિયાતમંદોને દાનમાં આપવું જોઈએ. આમ કરવાથી ધન વધે છે. એવી માન્યતા છે કે, માતાને દૂધ અથવા તો દૂધમાંથી બનેલી મીઠાઈ ખુબ પસંદ હતી.
4. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાનાં ચોથા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને માલપુઆ અને નિવેદ અર્પણ કરી જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ. એવું માનવમાં આવે છે કે, માતાને મીઠા અને મુલાયમ માલપુઆ ઘણા જ પસંદ હતા. આથી તે દિવસે તેમણે માલપુવાનો ભોગ લગાવો જોઈએ.
5. નવરાત્રિના પાંચમા દિવસે માતાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ માતાને કેળા અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.
6. છઠ્ઠા નોરતાએ કાત્યાણી માતાની પૂજા કરવામાં આવે છે. તેમણે ખુશ કરવા માટે મધની પ્રસાદી આપવામાં આવે છે.આમ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે.
7. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મા ભવાનીને ગોળમાંથી બનાવેલ ભોગ અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને દુખમાંથી મુક્તિ મળે છે.
8. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને નારિયેળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી માણસની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.
9. નવરાત્રિના નવમા દિવસે માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાએ ઘરે બનાવેલી ખીર-પુરી અને ખીર અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)