નવી દિલ્હી: ગત વર્ષની શરૂઆતમાં એક વીડિયોથી આખા દેશમાં છવાઇ જનાર વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયર હાલમાં ફરીથી ચર્ચામાં છે. તે ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. પરંતુ તેમની બોલીવુડની ફિલ્મ 'શ્રીદેવી બંગલો' ટીઝર રિલીઝ થયા બાદથી જ વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. તો હવે આ ફિલ્મથી શ્રીદેવીના ફેન્સમાં પણ ખૂબ નારાજગી જોવા મળી રહી છે. આ ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લઇને વિવાદ ઉભો થયો છે. હકિકતમાં આ ફિલ્મના ટ્રેલરમાં એવી ઘણી બધી વસ્તુઓ જોવા મળી રહી છે, જે નેશનલ એવોર્ડ વિનર શ્રીદેવીના મોત સાથે મેચ થાય છે. 


આ ફિલ્મનું ટીઝર સામે આવ્યા બાદ જ સતત ફેન્સ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો લખી રહ્યા છે, ફિલ્મમેકર આમ કોઇ સેલેબ્રિટીનો મજાક કેવી રીતે બનાવી શકે, તો બીજી તરફ કેટલાક લોકો ફિલ્મના નિર્માતાઓને પૂછી રહ્યા છે કે તેમને આ પરવાનગી કોણે આપી કે તે કોઇની ભાવનાઓ સાથે રમે?


આ પોસ્ટને જોઇને ફીલ થઇ રહ્યું છે કે ફેન્સને આ ટીઝર બિલકુલ પસંદ આવી રહ્યું નથી અને કેટલાક તો આ ફિલ્મને બેન કરવા માટે કહી રહ્યા છે. 


તમને જણાવી દઇએ કે ફિલ્મના ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે એક એક્ટ્રેસ છે જેનું નામ શ્રીદેવી છે જેની ઈન્ટરનેશનલ ફેન-ફોલોઈંગ છે. ત્યારબાદ કંઇક એવું થાય છે કે એક્ટ્રેસ સ્મોકિંગ અને ડ્રિંક કરવા લાગે છે. જુઓ આ ટીઝર...



તો બીજી તરફ ટીઝરના અંતમાં બતાવવામાં આવ્યું છે કે એક્ટ્રેસની બાથ ટબમાં ડૂબી જતાં મોત થઇ જાય છે. હવે આમ કેવી રીતે થાય છે અને કેવી રીતે થાય છે, આ ફિલ્મ દરમિયાન જ જોઇ શકાય છે. આ સાથે-સાથે ફિલ્મ 'શ્રીદેવી બંગલો'માં અને એક્ટ્રેસ શ્રીદેવીના મોતમાં શું સંબંધ છે? એ પણ ફિલ્મ સામે આવ્યા પછી ખબર પડશે.