નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર કિડ્સમાં શ્રીદેવીની પુત્રીઓ જ્હાન્વી કપૂર અને ખુશી ક પૂર ખુબ ચર્ચામાં રહે છે. જ્હાન્વી જલદી બોલિવૂડમાં ધડક ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે. જ્યારે ખુશી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ ખુશીનો એક ગ્લેમરસ લુક ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો. મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી 17 વર્ષની ખુશીનો PROM લુક ફેન્સને ખુબ ગમી રહ્યો છે. ડિઝાઈનર શીન એન્ડ પીકોકના  ડ્રેસમાં ખુશી ખુબ સુંદર લાગી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખુશી ઉપરાંત સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ આ ઈવેન્ટમાં જોવા મળી છે. શનાયાની મિત્રતા ચંકી પાંડેની પુત્રી અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના સાથે પણ ખુબ સારી છે. શનાયા આમ તો સિમ્પલ રહેવાનું પસંદ કરે છે પરંતુ તેના પાર્ટી ફોટોઝ ખુબ સ્ટાઈલિઝ હોય છે.



અત્રે જણાવવાનું કે દિવંગત અભિનેત્રી શ્રીદેવીની બંને પુત્રીઓ જ્હાન્વી અને ખુશી પોતાના ડ્રેસ સેન્સ અને ગ્લેમરસ અંદાજના કારણે ખબરોમાં રહે છે. જ્હાન્વી ધડક ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. જ્યારે ખુશીનું ધ્યાન હાલ ભણતર પર છે.


ખુશીની આ તસવીરો ડિઝાઈનરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. બ્રાઉન કલરના ફ્રીલ ગાઉનમાં ખુશીનો અંદાજ ખુબ અલગ નજરે ચડી રહ્યો છે. ઓપન કર્લી હેર અને બોલ્ડ રેડ લિપ્સમાં ખુશીએ હાઈ બ્લેક હિલ્સ પહેર્યા છે.