નવી દિલ્હી: બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે દુબઈમાં શનિવારે મોડી રાતે નિધન થયું. શ્રીદેવીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ શ્રીદેવીના અચાનક દુનિયામાંથી અલવિદા થવા પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે વિખ્યાત અભિનેત્રી શ્રીદેવીના અકાળે અવસાન થવાથી દુ:ખી છું. તેઓ ફિલ્મ જગતની એક એવી અભિનેત્રી હતી જેમણે પોતાના કેરિયરમાં અનેક અલગ અલગ કિરદારો નિભાવ્યાં અને યાદગાર પરફોર્મન્સ આપ્યાં. દુ:ખની આ ઘડીમાં મારી સાંત્વના તેમના પરિવાર સાથે છે. તેમની આત્માને શાંતિ મળે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામનાથ કોવિંદે લખ્યું કે ફિલ્મસ્ટાર શ્રીદેવીના નિધનના ખબરથી સાંભળીને હું સ્તબ્ધ છું. તેમણે પોતાના લાખો ફેન્સના હ્રદયભગ્ન કર્યાં. લમ્હે, ઈંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકા બીજા કલાકારો માટે પ્રેરણાદાયી છે. મારી સાંત્વના તેમના પરિવાર અને તેમના નજીકના લોકો સાથે છે.


શ્રીદેવીના નિધનથી સન્નાટો છવાયો, જાણો બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર વિશે કેટલીક વાતો