નવી દિલ્હી : બોલીવુડની પ્રથમ સુપર સ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે ગત શનિવારે દુબઇની હોટલમાં બાથટબમાં આકસ્મિક ડૂબી જવાથી નિધન થતાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બોલીવુડ સિને સ્ટાર સહિત એમના લાખો કરોડો ચાહકોમાં શોકની લાલીમા છવાઇ છે. સૌ કોઇ જાણે ન પુરાઇ શકે એવી ખોટ પડ્યાની લાગણી અનુભવી રહ્યા છે. દિગ્ગજ અભિનેતાઓ સહિત સૌ કોઇની આંખો ભીની થઇ રહી છે. મંગળવારે રાતે ખાસ વિમાન દ્વારા એમના પાર્થિવ દેહને મુંબઇ લાવવામાં આવ્યો હતો અને બુધવારે બપોર સુધી એમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રખાયો હતો. સિને સિતારા, સ્નેહીજનો સહિત ચાહકો અંતિમ દર્શને આવ્યા હતા. સલમાન ખાન પણ પોતાના આંસુ રોકી શક્યો ન હતો. ભારે હૈયે છેવટે બપોરે એમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં પણ ચાહકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ LIVE: ભારે હૈયે અલવિદા શ્રીદેવી...


ઝી ટીવી સાથેના આખરી ઇન્ટરવ્યૂ વખતે પણ શ્રીદેવીમાં એક માતાની લાગણી છલકતી હતી. મોમ ફિલ્મના પ્રમોશન અંગેના ઇન્ટરવ્યૂમાં પુછાયેલા દરેક સવાલનો એટલી જ સરળતાથી જવાબ આપ્યો હતો.