દુનિયા માટે તે ચાંદની હતી, પરંતુ મારા માટે તો તે મારો પ્રેમ હતી:બોની કપૂર
શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ તેના પતિ બોની કપૂરે શ્રીદેવીના ટ્વિટર એકાઉન્ટથી એક ભાવુક પોસ્ટ લખીને તેને શ્રદ્ધાંજલિ આપી છે. પોતાની પોસ્ટમાં બોની કપૂરે કહ્યું છે કે શ્રીદેવીનું જવું એ તેમના માટે અને તેમની પુત્રીઓ માટે અપૂર્ણીય ક્ષતિ છે.
મુંબઈ: શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ તેના પતિ બોની કપૂરે શ્રીદેવીના ટ્વિટર એકાઉન્ટથી એક ભાવુક પોસ્ટ લખીને તેને શ્રદ્ધાંજલિ આપી છે.પોતાની પોસ્ટમાં બોની કપૂરે કહ્યું છે કે શ્રીદેવીનું જવું એ તેમના માટે અને તેમની પુત્રીઓ માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમણે તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકોનો પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો. આ સાથે જ તેમણે તમામને આ દુ:ખની ઘડીમાં તેમની પ્રાઈવસીનું સન્માન કરવાની પણ અપીલ કરી.
બોની કપૂરે પોતાના નિવેદનને એક તસવીર તરીકે શેર કર્યુ છે. જેમાં લખ્યું છે કે "દુનિયા માટે તે ચાંદની હતી પરંતુ મારા માટે તો તે મારો પ્રેમ, મારી મિત્ર, મારી પુત્રીઓની માતા, મારી જીવનસંગિની હતી. અમારી પુત્રીઓ માટે તે બધુ જ હતી. તેમનું જીવન હતી. શ્રીદેવીના મોતનું દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહી. હું મારા પરિવાર, મારા મિત્રો,સહકર્મીઓ, પ્રશંસકો અને શ્રીદેવીના કરોડો ફેન્સનો ધન્યવાદ કરવા માંગુ છું જે મારી સાથે આ દુ:ખની ઘડીમાં ઊભા રહ્યાં. હું ભાગ્યશાળી છું કે મને અર્જુન અન અંશુલાનો પણ સાથ મળ્યો જેમણે મને, ખુશીને અને જ્હાનવીને સંભાળ્યાં. એક પરિવાર તરીકે અમે આ અસહ્ય પીડાનો સામનો કર્યો."
બોનીએ વધુમાં લખ્યું છે કે "મારી પ્યારી પત્ની અને ખુશી તથા જ્હાનવીની માતા શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ, મારો આપ તમામને અનુરોધ છે કે કૃપા કરીને અમારી પ્રાઈવસીનું સન્માન કરો. તમને જો શ્રીદેવી સાથે વાત કરવાની જરૂરિયાત હોય તો તમને તેની ખાસ યાદોમાં ખોવાઈ જાઓ તે તમને તેની સાથે જોડતી હોય. એક્ટરના જીવનમાં પડદો કયારેય પડતો નથી કારણ કે તેઓ સિલ્વર સ્ક્રિન પર હંનમેશા ચમકતા રહે છે."
બોનીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે "મારી એકમાત્ર ચિંતા મારી પુત્રીઓની દેખભાળ કરવાની અને તેના વગર જીવનમાં આગળ વધવાની છે. તે અમારું જીવન હતી, અમારી તાકાત હતી અને તેના કારણે જ અમારા હોઠ પર હાસ્ય હતું. "
આ બાજુ શ્રીદેવીના અંતિમ સંસ્કાર બાદ કપૂર પરિવારે મીડિયાને અનુરોધ કર્યો કે તેઓ ભાવનાઓનું સન્માન કરે અને શ્રીદેવીના અકાળ મોતનું દુ:ખ મનાવવા દે. શ્રીદેવીનું શનિવારે દુબઈમાં અકાળે અવસાન થયું હતું. શ્રીદેવીના અવસાનથી સમગ્ર બોલિવૂડ અને દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. શ્રીદેવીના પાર્થિવ શરીરના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.
અય્યપન અને મારવાહ પરિવારો તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે છેલ્લા કેટલાક દિવસ અમારા માટે પરિવાર તરીકે ખુબ દુ:ખભર્યા રહ્યાં. ખાસ કરીને આજનો દિવસ સૌથી મુશ્કેલ સમયમાનો એક હતો. અમે એક સુંદર આત્માને વિદાય આપી, જે ખુબ નાની ઉંમરમાં અમને છોડીને જતી રહી. નિવેદનમાં કહેવાયું છે કે "છેલ્લા કેટલાક દિવસોમાં એક વાત,. જેણે અમને આ મુશ્કેલ સમય સામે ઝઝૂમવામાં મદદ કરી છે તે છે તમારા તરફથી મળેલો ખુબ ખુબ સહયોગ. પછી ભલે તે દેશભરમાં તેના જાણનારા હોય, અસંખ્ય પ્રશંસક હોય કે મિત્ર-પરિવારના સભ્યો હોય."