SRK એ વગાડ્યો ડંકો Jawan અને Dunki ફિલ્મે રિલીઝ પહેલા કરી 480 કરોડની કમાણી
Shah Rukh Khan: બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહેવાનું છે. ફિલ્મ પઠાનની સફળતા બાદ તેના ફેન્સ તેની આગામી ફિલ્મો માટે રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાન હવે જવાન અને ડંકી ફિલ્મમાં જોવા મળશે. આ બંને ફિલ્મો પણ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર જવાન ઔર ડંકી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ 500 કરોડની કમાણી કરી ચુકી છે.
Shah Rukh Khan: બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહેવાનું છે. ફિલ્મ પઠાનની સફળતા બાદ તેના ફેન્સ તેની આગામી ફિલ્મો માટે રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાન હવે જવાન અને ડંકી ફિલ્મમાં જોવા મળશે. આ બંને ફિલ્મો પણ રિલીઝ પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે. રિપોર્ટ અનુસાર જવાન ઔર ડંકી ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ 500 કરોડની કમાણી કરી ચુકી છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન અને ડંકીના નોન થિયેટ્રિકલ રાઇટ્સ 450 થી 500 કરોડ આસપાસ વેંચાયા હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો:
Jawan Trailer: ઈંતેઝારનો અંત.. આ દિવસે રિલીઝ થશે શાહરુખ ખાનની ફિલ્મ Jawan નું ટ્રેલર
OMG 2: ભોળાનાથના સ્વરુપમાં જોવા મળશે અક્ષય કુમાર, ઓહ માય ગોડ 2નું નવું પોસ્ટર રિલીઝ
Video: Parineeti Chopra અને Raghav Chadha એ સુવર્ણ મંદિર દર્શન કર્યા બાદ કરી સેવા
મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની આ બંને ફિલ્મોના સેટેલાઇટ રાઈટ્સ, ડિજિટલ રાઈટ્સ અને મ્યુઝિક રાઈટ્સની રેકોર્ડ બ્રેક ડીલ થઈ છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન અને ડંકીના નોન થિયેટર રાઇટ્સ માર્કેટમાં 450 થી 500 કરોડમાં વેચવામાં આવ્યા છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ ડીલ અત્યાર સુધીની સૌથી મોટી નોન થિયેટર ડીલ છે. જે કિંગ ખાનના નામે કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર જવાન ફિલ્મના ડિજિટલ, સેટેલાઇટ અને મ્યુઝિક રાઇટ્સ લગભગ 250 કરોડમાં વેંચાયા છે, જ્યારે ડંકીના રાઇટ્સ 230 કરોડમાં વેચાયા છે.
શાહરુખ ખાનની ફિલ્મ જવાન અને ડંરીના રાઈટ્સના વેચાણમાં ઘણો તફાવત છે. કારણ કે જવાન ફિલ્મને તમિલ અને તેલુગુમાં પણ ડબ કરવામાં આવશે. એટલે કે ફિલ્મ જવાનના રાઇટ્સ તમામ ભાષાઓમાં વેચાયા છે, જ્યારે ડંકીના રાઇટ્સ માત્ર હિન્દીમાં વેંચાયા છે.