કાલીના પોસ્ટર વિવાદોમાં ઘેરાયેલી લીનાની આ છે સંઘર્ષ ગાથા, મામા સાથે થવાના હતા લગ્ન
આ પહેલી વખત નથી જ્યારે લીના મણિમેકલાઈ વિવદોમાં ફાસઈ છે. તે પોતાની આવી જ અન્ય ડોક્યુમેન્ટ્રી ફિલ્મોને લઇને વિવાદોમાં આવી ચુકી છે. પર વિવાદો ઉપરાંત લીનાએ તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. સમાજથી પરિવારથી અને આર્થિક રીતે પણ. આવો જાણીએ લીનાના જીવનના કેટલાક સંઘર્ષપૂર્ણ કિસ્સા...
નવી દિલ્હી: ડોક્યુમેન્ટ્રી ફિલ્મ કાલીના પોસ્ટરને લઇ વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ મેકર લીના મણિમેકલાઈની આ ફિલ્મના પોસ્ટરમાં માતા કાલીને સિગરેટ પીતા અને એક હાથમાં LGBTQ નો ઝંડો દેખાળવામાં આવ્યો છે. આ પોસ્ટર રીલિઝ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. વાત એટલી વધી ગઈ કે કેનેડામાં ભારતીયો હાઈ કમિશને આ મામલે નિવેદન જાહેર કર્યું છે.
આ પહેલી વખત નથી જ્યારે લીના મણિમેકલાઈ વિવદોમાં ફાસઈ છે. તે પોતાની આવી જ અન્ય ડોક્યુમેન્ટ્રી ફિલ્મોને લઇને વિવાદોમાં આવી ચુકી છે. પર વિવાદો ઉપરાંત લીનાએ તેના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. સમાજથી પરિવારથી અને આર્થિક રીતે પણ. આવો જાણીએ લીનાના જીવનના કેટલાક સંઘર્ષપૂર્ણ કિસ્સા...
મામા સાથે થવાના હતા લીનાના લગ્ન
લીના મણિમેકલાઈ મદુરૈના દક્ષિણમાં સ્થિત સુદૂર ગામ મહારાજાપુરમની રહેવાસી છે. તેના પિતા કોલેજ લેક્ચરર હતા. તે એક કિસાન પરિવારથી હતી અને તેમના ગામની પ્રથા અનુસાર પ્યૂબર્ટીના થોડા વર્ષ બાદ છોકરીઓના લગ્ન તેમના મામા સાથે કરાવવામાં આવતા હતા. જ્યારે લીનાને ખબર પડી કે પરિવારજનો તેના લગ્નની તૈયારી કરી રહ્યા છે ત્યારે તે ભાગીને ચેન્નાઈ આવી ગઈ. ત્યાં તેણે તામિલ મેગેઝીન વિકટનની ઓફિસમાં નોકરી માટે અરજી કરી હતી. જાણવા મળ્યું કે, ઓફિસના લોકોએ રાહ જોવાનું કહી લીનાના પરિવારનો સંપર્ક કર્યો અને લીનાને પરત તેના પરિવારને સોંપી દીધી. જોકે, ત્યારબાદ લીનાએ તેના પરિવારજનોને સમજાવ્યા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાની વાત કરી.
1000 દિવસ થવા આવ્યા છતાં નથી થયા વિરાટના '100'? કેપ્ટનશીપ છૂટતા જ બેઠી દશા?
તામિલ ડાયરેક્ટર સાથે પ્રેમ અને પછી માતાની ભૂખ હડતાળ
કોલેજના છેલ્લા વર્ષે લીનાના પિતાનું મોત થયું. પિતાના અવસાન બાદ લીના, તેના પિતાની ડોક્ટરલ થીસીસ જોકે, તામિલ ડાયરેક્ટર P Bharathiraja પર લખી હતી. તેને પુસ્તક તરીકે પબ્લિશ કરાવવા પાછી ચેન્નાઈ આવી. તે ડાયરેક્ચર P Bharathiraja પાસે ગઈ અને પહેલી નજરમાં જ લીનાને તેમનાથી પ્રેમ થઈ ગયો. ડાયરેક્ટર સાથેના લીનાના સંબંધના સમાચાર પણ ફેલાવવા લાગ્યા. આ સમાચાર સાંભળ્યા બાદ લીનાની માતાએ ખાવા-પીવાનું બંધ કરી દીધું અને દીકરીને પરત ઘરે આવવા કહ્યું. માતાની ખરાબ હાલત જોઈ લીનાએ સિનેમા અને P Bharathiraja નો ત્યાગ કર્યો અને ઘરે પરત ફરી.
આઇટી સેક્ટરથી લઇને ફ્રીલાન્સર બનવા સુધી
થોડા વર્ષ સુધી બેંગલુરૂમાં આઇટી સેક્ટરમાં નોકરી કરી. પછી લીનાની મુલાકાત ટેલીફિલ્મ મેકર C Jerrold સાથે થઇ અને તેણે તેની જૂની જોબ છોડી દીધી. પરંતુ અહીં પણ C Jerrold સાથે લીના કામ કરી શકી નહી અને તેણે ઘણી નોકરીઓ બદલી. આખરે ફ્રીલાન્સર બનવાનો નિર્ણય કર્યો. આ વચ્ચે લીનાને અનુભવ થયો કે તે શું કરવા માંગે છે. લીના શોષણના શિકાર લોકો, સામાજિક મુદ્દાનો અવાજ બનાવા માંગતી હતી. તે રાજકીય હસ્તક્ષેપ કરવા ઇચ્છતી હતી કેમ કે ત્યારે જ બદલાવ થઈ શકતો હતો. અને આ રીતે 2002 માં તેણે પોતાની પહેલી ફિલ્મ 'Mathamma' પર કામ કરવાનું શરૂ કર્યું.
ફિલ્મ કાલીના પોસ્ટર પર લાગ્યો વિવાદનો કલંક, પ્રચાર માટે ધાર્મિક ભાવનાઓ દુભવી
ઘરનું ભાડું આપવાના ન હતા પૈસા
ત્યારબાદથી લીનાએ ક્યારેય પણ પાછું વળીને જોયું નથી. તેણે ફ્રિલાન્સિંગથી પૈસા કમાયા અને પોતાની ફિલ્મમાં લગાવ્યા. તેણે ઘણી ફેલોશિપ જીતી. તેની ફિલ્મોનું પ્રીમિયર ઘણા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર થયું હતું. પોતાના પ્રોજેક્ટ્સ પર પૈસા લગાવવાના કારણે એક સમય એવો પણ આવ્યો જ્યારે લીના પાસે ઘરનું ભાડું આપવાના પણ પૈસા બચ્યા ન હતા.
આ ફિલ્મો પર થયો હતો વિવાદ
વર્ષ 2002 માં લીનાએ દેવદાસી પર્થાને લઇને એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું નામ હતું 'Mathamma'. તેમાં તેણે માઈનોર છોકરીઓને 10-20 રૂપિયામાં મંદિરમાં સમર્પિત કરવામાં અને પુજારી-પંડિતો દ્વારા તેમના શોષણની કહાનીઓ રજૂ કરી હતી. અરુધતિયાર સમુદાય સહિત પોતાના પરિવારનો રોષ ભોગવ્યા પછી પણ લીના ડરી નહીં. ત્યારબાદ તેણે વર્ષ 2004 માં દલિત મહિલાઓ સામે થતી હિંસા પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'Parai' બનાવી. તેના પર પણ લીનાને લોકોનો રોષ સહન કરવો પડ્યો. પરંતુ લીના ત્યારે હિંમત હારી નથી. 2011 માં લીનાએ ફરી એકવાર વિવાદને દાવત આપી. તેણે ધનુષકોઝીના માછીમારો પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 'Sengadal' બનાવી. સેન્સર બોર્ડ સાથે મહિનાઓની લડાઈ બાદ આખરે ફિલ્મ રીલિઝ કરવામાં આવી અને તેની આંતરરાષ્ટ્રી ફિલ્મ ફેસટિવલમાં પ્રશંસા કરવામાં આવી. આ વિવાદો બાદ લીના ફરી એકવાર તેની ફિલ્મના પોસ્ટરના કારણે વિવાદોમાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube