નવી દિલ્લીઃ દેશના સૌથી અમીર પરિવારમાંથી એક અંબાણી પરિવારને કોઈ ઓળખની જરૂર નથી. આ પરિવારને હંમેશા પોતાની વૈભવશાળી લાઈફસ્ટાઈલના કારણે ઓળખવામાં આવે છે. પરંતુ આ પરિવારની બંને વહૂઓ એકબીજાથી ખૂબ જ અલગ છે. ફિલ્મ હસ્તી હોવા છતાં ટીના અંબાણી હવે લાઈમલાઈટથી દૂર છે. તો નીતા અંબાણી ગ્લેમરની દુનિયાનો ચમકતો સિતારો છે. તો આજે વાત કરીએ બંને દેરાણી-જેઠાણીની...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ટીના અંબાણી લગ્ન પહેલા ટીના મુનિમ તરીકે ઓળખાતા હતા. જેઓ પોતાના સમયના ખૂબ જ જાણીતા અભિનેત્રી હતા. બોલીવુડના ડાયરેક્ટર તેમને પોતાની ફિલ્મમાં લેવા માટે ઉત્સુક રહેતા હતા. દેવ આનંદ સાથે દેસ-પરદેસમાં કામ કર્યા બાદ તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં હીરોઈન તરીકે કામ કર્યું. એક તરફ ટીના અંબાણી જ્યા જાણીતા અભિનેત્રી હતા તો, નીતા અંબાણી લગ્ન પહેલા ગ્લેમરનથી કોસો દૂર હતા. તેઓ એક સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતા હતા. તેમને મહિને માત્ર 800 રૂપિયા પગાર મળતો હતો.



1985માં મુકેશ અંબાણી અને નીતાના લગ્ન થયા. જ્યારે 1991માં અનિલ અંબાણી અને ટીના મુનિમના લગ્ન થયા. લગ્ન બાદ બંને વહૂઓનું જીવન બદલાઈ ગયું. ટીના લગ્ન બાદ ગ્લેમરથી દૂર થઈ ગયા, તો નીતા અંબાણીએ ન માત્ર પોતાની ફેશન સેન્સ અને લાઈફસ્ટાઈલ બદલી પરંતુ અંબાણી પરિવારના બિઝનેસને પણ સંભાળ્યો. 2010માં તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન બની ગયા.



ટીના અંબાણીએ લગ્ન બાદ બોલીવુડ છોડી દીધું. જ્યાં સુધી તેઓ એક્ટિંગના ફીલ્ડમાં રહ્યાં ત્યાં સુધી એક થી ચડિયાતી એક ફિલ્મો કરી. જો કે, બાદમાં તેમણે ઘર અને બાળકોને સંભાળવાનો નિર્ણય કર્યો. તો બીજી તરફ નીતા અંબાણીએ ઘર અને બાળકો સંભાળવાની સાથે બિઝનેસ અને સમાજસેવાનું કામ ચાલું રાખ્યું.



બંન વહૂઓના બાળકોની વાત કરીએ કો, નીતા અંબાણીના બાળકો ફેમસ છે. જ્યારે ટીનાના બંને બાળકોને ઓછા લોકો જાણે છે. નીતા અંબાણીના ત્રણ બાળકો અનંત અંબાણી, ઈશા અંબાણી અને આકાશ અંબાણી છે. ત્યારે, ટીનાના સંતાનો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી છે. અનંત, ઈશા અને આકાશ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. જો કે અનમોલ અને અંશુલ એટલા લાઈમલાઈટમાં નથી રહેતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube