Divya Bharti Death: 90ના દાયકાની સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાં દિવ્યા ભારતી ટોચ પર હતી. ખૂબ જ ઓછા સમયમાં દિવ્યા ભારતીએ સફળતા મેળવી હતી. દિવ્યા ભારતીએ જે સફળતા જોઈ હતી તે જોવાનું સપનું દરેક સેલિબ્રિટીનું સપનું હોય છે. દિવ્યા ભારતીની સફળ ફિલ્મોમાં વિશ્વાત્મા, શોલા અને શબનમ, દિવાના જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. સફળતાના શિખરે પહોંચેલી દિવ્યા ભારતીનું 1993માં અચાનક અવસાન થયું હતું. તે સમયે દિવ્યા ભારતી માત્ર 19 વર્ષની હતી. દિવ્યાનું મોત ઘરની બાલ્કનીમાંથી પડી જતાં થયું હતું. દિવ્યા ભારતી નીચે કેવી રીતે પડી તે અંગે આજે પણ સસ્પેન્સ છે. જો કે દિવ્યા ભારતીના મૃત્યુ પછી કેટલીક એવી વિચિત્ર ઘટનાઓ બની હતી જેના વિશે પણ સસ્પેન્સ અકબંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


 


મારી સફળતાની તે સમયના સ્ટારકિડ્સને ઈર્ષા થતી.. ઘણી ફિલ્મો છીનવી, અમીષા પટેલનો ધડાકો


Bollywood: જ્યારે આ પ્રખ્યાત અભિનેત્રીએ કબૂલી વેશ્યાવૃતિની વાત તો મચી ગયો હોબાળો...


Salaar Starcast: સાલાર ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી એક તરફ અને એકલા પ્રભાસની ફી એકતરફ..


દિવ્યા ભારતીનું જ્યારે અવસાન થયું ત્યારે તે ઘણી ફિલ્મોનું શૂટિંગ કરી રહી હતી. દિવ્યા ભારતીની અધુરી ફિલ્મોમાંથી એક ફિલ્મ 'લાડલા' પણ હતી. દિવ્યા ભારતીના મૃત્યુ બાદ આ ફિલ્મ શ્રીદેવીના હાથમાં આવી હતી. આ ફિલ્મના શૂટિંગ સમયે કેટલીક ઘટનાઓ બની હતી જે ખૂબ ચર્ચામાં આવી હતી. જેમાંથી એક ઘટના તો શ્રીદેવી સાથે જ બની હતી.  શ્રીદેવીએ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે તે પણ એ જ ડાયલોગ બોલવામાં ભુલ કરતી હતી જે બોલતી વખતે દિવ્યા ભારતી અટકતી હતી. આવું અનેકવાર બન્યું અને તેના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. ત્યારબાદ ફિલ્મના સેટ પર પૂજા પણ કરાવવામાં આવી હતી ત્યારપછી જ શૂટિંગ પૂર્ણ થઈ શક્યું હતું.


ચર્ચાઓ એવી પણ હતી કે તે સમયે દિવ્યા ભારતીની માતાએ દાવો કર્યો હતો કે તેની પુત્રી તેના સપનામાં આવે છે. દિવ્યા ભારતીએ સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યા હતા અને અભિનેત્રીના મૃત્યુ બાદ સાજિદે વર્ધા સાથે બીજા લગ્ન કર્યા હતા. વર્ધાએ પણ એવો દાવો કર્યો હતો કે દિવ્યા તેના સપનામાં આવતી હતી.