Stree 2 Teaser: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. રાજકુમાર રાવના આ ટીઝરથી સોશિયલ મીડિયા પર ડરનો માહોલ ફેલાઈ ગયો છે. કારણ કે આ વખતે સ્ત્રી પુરુષોના કપડાં નહીં પરંતુ કઈક અલગ પ્રકારનો આતંક ફેલાયેલો જોવા મળશે. આ વાતનો ખુલાસો ટીઝરથી થયો છે. આ ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર તેને ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદેરીમાં ફરી ફેલાયો આતંક
રાજકુમાર રાવે સ્ત્રી-2 ફિલ્મના ટીઝરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે એકવાર ફરીથી ચંદેરીમાં ફેલાયો આતંક. સ્ત્રી 2નું શુટિંગ શરૂ થઈ ગયું છે. તે આવી રહી છે- ઓગસ્ટ 2024માં. સ્ત્રી 2 ફિલ્મમાં આ વખતે પણ રાજકુમાર રાવની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. આ ફિલ્મનું શુટિંગ મધ્ય પ્રદેશના ચંદેરી શહેરમાં થઈ રહ્યું છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર શુટિંગ માટે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એટલું જ નહીં તેણે ઈન્સ્ટા સ્ટોરીમાં પણ ચંદેરી જવા અંગે જાણકારી આપી હતી. 
 



 


2024માં થશે રિલીઝ
સ્ત્રી 2 ફિલ્મ 2024માં રિલીઝ થશે. સ્ત્રી ફિલ્મના પહેલા ભાગની વાત કરીએ તો તે વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. જેમાં આ જ સ્ટારકાસ્ટ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. સ્ત્રી-2ના ટીઝરે પણ ફેન્સનું એક્સાઈટમેન્ટ વધારવા માંડ્યુ છે. પરંતુ હજુ પણ ફિલ્મ માટે તો દર્શકોએ લાંબી રાહ જોવી પડશે. 


વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રદ્ધા કપૂર છેલ્લે રણબીર કપૂર સાથે તુ ઝૂઠી મે મક્કારમાં જોવા મળી હતી. આ  ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો હતો. રાજકુમાર રાવની વાત કરીએ તો છેલ્લીવાર ભીડમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 24 માર્ચ 2023ના રોજ રજૂ થઈ હતી.