Raj Kundra કેસમાં મોડલનો ખુલાસો- ન્યૂડ શૂટ માટે પર ડે ઓફર કર્યા હતા આટલા રૂપિયા
તમને જણાવી દઇએ કે પોર્નોગ્રાફી કેસ (Pornography Case) માં રાજ કુંદ્રા (Raj Kundra) ને ફસાવ્યા બાદ શુક્રવારે મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે કુંદ્રા અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના બંગલા પર રેડ પાડી હતી.
નવી દિલ્હી: રાજ કુંદ્રા (Raj Kundra) કેસમાં દરરોજ નવા ખુલાસા થઇ રહ્યા છે. એવી ઘણી સ્ટ્રગલિંગ અભિનેત્રીઓની કહાનીઓ હવે સામે આવી રહી છે જે પોર્નોગ્રાફી કેસ (Pornography Case) નો શિકાર થઇ છે. તાજેતરમાં જ વધુ એક અભિનેત્રીએ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે કેવી તેને પોર્ન બિઝનેસમાં લાવવાની લાલચ આપી.
પોર્ન બિઝનેસમાં આવવાની આપી લાલચ
એક સ્ટ્રગલિંગ અભિનેત્રી નિકિતા ફ્લોરા સિંહ (Nikita Flora Singh) એ રાજ કુંદ્રાના પીએ ઉમેશ કામત (Umesh Kamat) પર પોર્ન બિઝનેસમાં લાવવા માટે લાલચ આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી હતી.
Mumbai માં એક મોટો અકસ્માત, નિર્માણધીન બિલ્ડીંગમાં લિફ્ટ પડતાં 5ના મોત
World Record: 47થી વધુ દેશોના 6.50 કરોડ ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કરી બનાવ્યો રેકોર્ડ
શિલ્પા શેટ્ટી સાથે થઇ પૂછપરછ
તમને જણાવી દઇએ કે પોર્નોગ્રાફી કેસ (Pornography Case) માં રાજ કુંદ્રા (Raj Kundra) ને ફસાવ્યા બાદ શુક્રવારે મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમે કુંદ્રા અને શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના બંગલા પર રેડ પાડી હતી. સાથે જ ક્રાઇમ બ્રાચે પોર્નોગ્રાફી કેસમાં શિલ્પા શેટ્ટીનું સ્ટેટમેન્ટ પણ નોંધ્યું હતું.
સોમવારે થશે સુનવણી
તમને જણાવી દઇએ કે રાજ કુંદ્રા (Raj Kundra) ની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટે સોમવારે સુનાવણી કરશે. રાજ કુંદ્રા પર પોર્ન અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર કાયદેસર રીતે સ્ટ્રીમ કરવાનો આરોપ છે. જોકે રાજ કુંદ્રાએ પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તેમની ધરપપકડ ગેરકાયદેસર છે. પોલીસે અશ્લીલ અને પોર્ન ફિલ્મો બનાવવાનો કેસ ફેબ્રુઆરી 2021માં નોંધાયો હતો. ત્યારબાદ કેસની તપાસમાં પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટના તાર રાજ કુંદ્રા અને તેમની કંપની વિયાન ઇંડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube