નવી દિલ્હી: તારા સુતરિયા 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ની સાથે બોલીવુડમાં કેરિયરની શરૂઆત કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. આ ફિલ્મ દ્વારા અનન્યા પાંડે પણ બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. ગુરૂવારે ફિલ્મના કેટલાક નવા પોસ્ટર રિલીઝ કર્યા, જેમાં પહેલીવાર તારા સુતરિયા અને અનન્ય પાંડેનો અવતાર સામે આવ્યો. 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2'ના આ નવા પોસ્ટર્સને તારા સુતરિયાએ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોસ્ટરના લીધે ટ્રોલ થઇ તારા સુતરિયા
તો બીજી તરફ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટર શેર કરતાં તારા ટ્રોલ થઇ ગઇ. પોસ્ટરમાં તારા શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. બસ તેના પર લોકોએ પ્રશ્નો કરવાનું શરૂ કરી દીધું. લોકોએ કોમેન્ટમાં લખ્યું કે ભારતમાં કઇ કોલેજ, સ્કૂલ અથવા યૂનિવર્સિટીમાં વિદ્યાર્થી આવા કપડાં પહેરે છે. લોકે તારાને પ્રશ્ન કર્યો કે કૃપા કરીને જણાવો આ કઇ કોલેજનો ડ્રેસ છે.



તમને જણાવી દઇએ કે આજે (શુક્રવારે)ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થવાનું છે. તો બીજી તરફ આ ફિલ્મ 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ વર્ષ 2012માં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ડેબ્યૂ ફિલ્મ 'સ્ટૂડન્ટ ઓફ ધ ઇયર 2' ની સિક્વલ છે. આ ફિલ્મના ડાયરેક્ટર પુનીત મલ્હોત્રા છે જ્યારે તેને કરણ જોહરના બેનર ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે.