મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ભૂતપૂર્વ પતિ શેખર કપૂર વિરૂદ્ધ પ્રોપર્ટી કેસ ફાઇલ કર્યો છે. આ પ્રોપર્ટી શેખર અને સુચિત્રાની દીકરી કાવેરીના નામે છે પણ હાલમાં એક્ટર કબીર બેદી એનો વપરાશ કરી રહ્યા છે. આ મામલે સુચિત્રા હાલમાં જ ફેમિલી કોર્ટમાં આંસું સારતી જોવા મળી છે. સુચિત્રાના મિત્રએ માહિતી આપી છે કે તે હવે શેખર સાથે કોઈ ચર્ચા કરવા નથી માગતી એટલે તેણે કોર્ટનું શરણું લીધું છે. સુચિત્રા આ સિવાય બીજી પ્રોપર્ટી માટે પણ લડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકાના ઘરમાં આ યુવતીનો છે તેના જેટલો જ દબદબો, કારણ કે...


શેખર કપૂરની પ્રોપર્ટી મામલે સુચિત્રા અને શેખર વચ્ચે પાછલા 3 વર્ષની વિવાદ ચાલી રહ્યો છે. સુચિત્રાના કહેવા મુજબ તેને આ મામલે શેખરથી અનેક વાર વાત કરવાનો પ્રયાસ કર્યો પણ ઠીક રીતે પ્રતિક્રિયા ન મળતા તેણે મજબૂરીમાં શેખર પણ કેસ કરવો પડ્યો. હાલ આ પ્રોપર્ટીનો ઉપયોગ ફિલ્મ અભિનેતા કબીર બેદી કરી રહ્યા છે અને સુચિત્રાનો આ સામે વાંધો છે.


એક મિનિટ માટે પણ આવ્યો હોય ડિવોર્સ લેવાનો વિચાર તો પહેલાં ખાસ વાંચી લો દિયા મિર્ઝાનો અંગત અનુભવ


આ સમગ્ર મામલે સુચિત્રા અને શેખરની 19 વર્ષની પુત્રી કાવેરીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેનું કહેવું છે કે તે આ તમામ વાતને સારી રીતે સમજે છે. કાવેરીએ સોશિયલ મીડિયા પરના એકાઉન્ટ પર લખ્યું છે કે "હું વર્ષોથી મારા માતા-પિતાના ઝગડાથી દૂર છું અને હું તેમની વચ્ચેની કોઇ પણ વાતમાં પોતાની વાત રાખવા નથી માંગતી. આ ખરેખર મારી મા અને પિતા વચ્ચેની વાત છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube