શાહરૂખ ખાન અને તેમના પરિવારની નવી તસવીરો વેકેશન ગોલ્સ આપે છે. પરંતુ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર લોકોને ખાસ ગમી રહી નથી. બોલિવૂડના બાદશાહની પુત્રી સુહાના ખાનની એક બિકિની તસવીર ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. તસવીરમાં તે સનગ્લાસિસ સાથે ઓપન હેરમાં જોવા મળી રહી છે. તસવીરમાં અબરામ પણ તડકાની મજા લેતો જોવા મળે છે. શાહરૂખ ખાન હાલ પરિવાર સાથે યુરોપમાં વેકેશન ગાળી રહ્યો છે. 18 વર્ષની સુહાનાની નવી તસવીરો અનેક હેટર્સ અને ટ્રોલર્સને આકર્ષિત કરી રહી છે. લોકોએ સુહાના ખાનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક યૂઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે એ ન ભૂલ કે તુ મુસ્લિમ છે. અન્ય એક જણે લખ્યું કે અમે તારા પર શર્મિંદા છીએ સુહાના. જે કરવું  હોય તે કરો પરંતુ ઈન્ડિયન કલ્ચર પ્રમાણે પોતાની તસવીરો પોસ્ટ કરો. આ બધુ પ્રાઈવેટ રાખો. તમારા પપ્પાનું એટલું સન્માન કરું છું પરંતુ હું તમારું સન્માન કરતો નથી. 



જો કે આ પહેલીવાર નથી બન્યું કે સુહાના ખાન સોશિયલ મીડિયામાં ટ્રોલર્સના નિશાન પર આવી ગઈ હોય. આ અગાઉ માર્ચમાં પણ મમ્મી ગૌરી ખાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી સુહાના અને પોતાની માતાની તસવીર શેર કરી હતી. જેમાં સુહાના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હ તી. ત્યારબાદ ટ્રોલર્સે વાહિયાત કોમેન્ટોનો મારો ચલાવ્યો હતો.