નવી દિલ્હી: દેશની પુત્રીઓ દરેક ગામ, રાજ્ય અને શહેરમાંથી નિકળીને પોતાના નામનો ડંકો વિદેશો સુધી વગાડવામાં સફળ થઇ છે. આ કડીમાં નામ જોડાયેલ છે ગુજરાતની છોરી સુમન છેલાણીનું. સુમન હાલમાં એક બ્યૂટી પિજેંટને લઇને ચર્ચામાં છે. સુમને જાન્યુઆરીમાં ફિલીપીંસમાં થયેલી મિસ ઇન્ટરકોન્ટિનેંટલ 2019માં બે રેકોર્ડ પોતાના નામે કર્યા. આ સ્પર્ધામાં સુમન છેલાણી 15 ટોપ ફાઇનલિસ્ટમાં સામેલ રહી જેમને જનતાએ પોતે વોટિંગ વડે સિલેક્ટ કરી હતી. તમને જણાવી દઇએ કે આ 47 વર્ષ જૂના બ્યૂટી ખિતાબમાં કોઇ ગુજરાતી છોકરીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંધી પરિવારમાંથી આવનાર સુમન મોડલિંગની સાથે એક્ટિંગ પણ કરે છે. સુમન અત્યાર સુધી 2000થી વધુ પોગ્રામ ઓલઓવર ઇન્ડિયામાં કરી ચૂકી છે. સુમન સરકાર દ્વારા આયોજિત થનાર ઘણી ઇવેન્ટમાં એકરિંગ કરી ચૂકી છે. વર્ષ 2011માં મિસ ગુજરાત રહી ચૂકેલી સુમને વર્ષ 2017માં સિટી ફાઇનલિસ્ટ મિસ દિવા યૂનિવર્સનો ખિતાબ જીત્યો. વર્ષ 2018માં સુમને સેનોરિટા મિસ ઇન્ડિયા ઇન્ટરકોન્ટિનેંટલનો તાજ પોતાના નામે કરી પોતાને સાબિત કરી દીધી. 


જાન્યુઆરીમાં ફિલીપીંસના મનીલામાં 91 દેશો વચ્ચે થયેલી મિસ ઇન્ટરકોન્ટિનેંટલ 2019 સ્પર્ધામાં સુમને ભારતને ટોપ 15 સુધી લઇને આવી. સુમન બોલીવુડમાં પણ પોતાના પગલાં ઝડપથી માંડી રહી છે. સુમને અર્જૂન કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મમાં કેમિયો રોલ પણ પ્લે કર્યો છે. પ્રોફેશનલી સ્ટ્રોંગ સુમન અભ્યાસમાં પણ ખૂબ હોશિયાર છે અને તેમની પાસે બિઝનેસમાં માસ્ટર્સ ડિગ્રી સાથે જ, ટ્રાવેલ અને ટૂરિઝમનો ડિપ્લોમા પણ છે. સુમન હિંદી, ઇગ્લિંશ, ગુજરાતી સાથે જ ફ્રેંચ બોલવામાં પણ માહેર છે. સુમનનું માનવું છે જિંદગીમાં આગળ વધવા માટે તમને કોઇ રોકી શકે નહી. જોરદાર મહેનત કરવા ઉપરાંત ખુશ રહેવું અને દુનિયા ફરવી લાઇફનો મંત્ર છે.