નવી દિલ્હી : ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જેટલી લોકપ્રિયતા છે એટલો જ તણાવ પણ છે. આ તણાવનો સામનો કરતી વખતે ઘણીવાર વ્યક્તિ ખરાબ આદતના ચક્કરમાં પડી જાય છે. ટીવી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીએ હાલમાં જ આવી સ્મોકિંગ જેવી ખરાબ આદતથી છુટકારો મેળવી લીધો છે. તેણે પોતાના આ સંઘર્ષનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે. 


‘ધ કપિલ શર્મા’ શોમાં કપિલ શર્માની પત્નીનો રોલ પ્લે કરી પોપ્યુલર થયેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી તે વખતે ચર્ચામાં આવી જ્યારે શોના સેટ પરથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે સ્મોકિંગ કરતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી. આ ઘટનાના લગભગ બે વર્ષ બાદ સોશિયલ મીડિયા પર તેણે એક પોસ્ટ મુકી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...