નવી દિલ્હીઃ દેશભરમાં આ સમયે કોરોના વાયરસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કેટલાક લોકો આ બીમારીથી તો અન્ય લોકો આ બીમારીને કારણે ચાલી રહેલા લૉકડાઉનથી પ્રભાવિત થઈ પરેશાન છે. મનોરંજન જગતની ઘણી હસ્તિઓ આ સમયમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. થોડા દિવસ પહેલા શ્રુતિ હસને જણાવ્યું હતું કે તેની પાસે પૈસા નથી. હવે ધ કપિલ શર્મા શો  (The Kapil Sharma Show) ની ભૂરી કે મંજૂ એટલે કે સુમોના ચક્રવર્તી  (Sumona Chakravarti) એ જણાવ્યું કે, તે એક બીમારીનો શિકાર છે અને બેરોજગારીનો સામનો કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક વર્ષથી છે બેરોજગાર
ધ કપિલ શર્મા શો  (The Kapil Sharma Show) ની ભૂરી એટલે કે સુમોના ચક્રવર્તી  (Sumona Chakravarti) એ હંમેશા પોતાની ભૂમિકાથી લોકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ સુમોના ચક્રવર્તી એક વર્ષથી ટીવી પડદાથી ગાયબ છે. હવે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, બેરોજગાર છે.. જુઓ પોસ્ટ...


Dangerous Trailer: રામ ગોપાલ વર્માની લેસ્બિયન ક્રાઇમ સ્ટોરીએ લગાવી આગ, VIDEO VIRAL


સરળ નથી જણાવવું
સુમોનાને આ વાત બધાની સામે કરવી સરળ ન લાગી. તેણે નોટમાં આગળ લખ્યું છે- આ બધી વાતો જણાવવી મારા માટે સરળ નહતું પરંતુ પોસ્ટ કોઈના ચહેરા પર હાસ્ય કે કોઈને પ્રેરિત કરી શકે તો મારા માટે ઘણું હશે. દરેક પોતાના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી સામે લડી રહ્યું છે. જરૂરી છે કે પ્રેમ, સદ્ભાવના અને દયાળુ વ્યક્તિના વ્યવહાર ક્યાંય ન જવા જોઈએ. 


આ સીરિયલમાં પણ જોવા મળી હતી
મહત્વનું છે કે ધ કપિલ શર્મા શોથી ઓળખ મેળવનાર સુમોનાએ અન્ય સીરિયલોમાં કામ કર્યું છે. તેણે બડે અચ્છે લગતે હૈ, ખોટે સિક્કે અને નીર ભરે તેરે નૈના દેવી જેવા ટીવી શોમાં કામ કર્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube