Suniel Shetty: જાણો ડાંસ દીવાને શો પર સુનીલ શેટ્ટીએ એવું તે શું કહી દીધું કે આથિયા શેટ્ટીની Pregnancy ચર્ચા શરુ થઈ
Athiya Shetty Pregnancy Rumors: આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો વાયરલ થતા ચર્ચા શરુ થઈ છે કે આથિયા શેટ્ટી પ્રેગનેન્ટ છે.
Athiya Shetty Pregnancy Rumors: બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટી અને માધુરી દિક્ષિત હાલ ડાંસ રિયાલિટી શો ડાંસ દીવાનેની 4 સીઝનમાં જજ તરીકે જોવા મળે છે. આ શોને કોમેડિયન ભારતી સિંહ હોસ્ટ કરે છે. આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો વાયરલ થતા ચર્ચા શરુ થઈ છે કે આથિયા શેટ્ટી પ્રેગનેન્ટ છે.
આ પણ વાંચો: Heeramandi સિરીઝની Release Date જાહેર, આ તારીખથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે
આથિયા શેટ્ટીએ જાન્યુઆરી 2023 માં ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા હતા. હવે બંને તેમના પહેલા બાળકને વેલકમ કરવા જઈ રહ્યા છે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તેનું કારણ છે ડાંસ દિવાને શો પર સુનિલ શેટ્ટીએ કહેલી એક વાત. એક એપિસોડમાં ભારતી અને સુનીલ શેટ્ટી નાના બનવાની વાત કરતા જોવા મળે છે. ત્યારબાદ લોકોમાં ચર્ચા શરુ થઈ છે કે સુનિલ શેટ્ટી હકીકતમાં નાના બનવા જઈ રહ્યા છે.
વીડિયોમાં ભારતી સુનિલ શેટ્ટીને પુછે છે કે જ્યારે તેમની દીકરીના સંતાનના તેઓ નાના બનશે... આ સમયે ભારતીની વાત કટ કરી સુનિલ શેટ્ટી એવું બોલે છે કે હવેની સીઝનમાં જ્યારે તે આવશે ત્યારે તે નાનાની જેમ સ્ટેજ પર ચાલશે... જો કે આ વાત પછી બંને નાના બન્યા પછીના લુક પર ચર્ચા કરે છે પરંતુ વીડિયો વાયરલ થતા લોકો કહી રહ્યા છે કે આથિયા પ્રેગેન્ટ હોય શકે છે. જો કે આ અંગે આથિયા કે કેએલ રાહુલ તરફથી કોઈ ખબર સામે આવી નથી.