બોલીવુડ અભિનેતા સની દેઓલ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ગદર-2ની સફળતાને બરાબર માણી રહ્યા છે. સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્માની ફિલ્મ ગદર 2 બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. અનેક રેકોર્ડ તોડી રહી છે. એકબાજુ જ્યાં સની દેઓલ પોતાની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ લઈને ખુબ ખુશ છે ત્યાં બીજી બાજુ તેમના વિશે એક ચોંકાવનારા સમાચાર પણ આવ્યા જેણે ફેન્સને આઘાતમાં મૂકી દીધા. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે સની દેઓલ બેંકના કરજદાર છે અને તેના કારમે બેંક તેમનો એક બંગલો વેચવાની તૈયારી કરી રહી છે. આ બધા વચ્ચે હવે કેટલાક મીડિયાર રિપોર્ટ્સ પણ સામે આવ્યા છે જેમાં સની દેઓલ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કેટલાક રિપોર્ટ્સ મુજબ સની દેઓલનો મુંબઈના જૂહુમાં આવેલા આલિશાન બંગાલને બેંક ઓફ બરોડા દ્વારા લોન અને વ્યાજ બધુ મળીને 56 કરોડ રૂપિયાની વસૂલી માટે હરાજી કરવામાં આવી રહ્યો છે. 20 ઓગસ્ટના રોજ એક અખબારના અહેવાલમાં બેંક ઓફ બરોડા તરફથી એક નોટિસ પણ બહાર પાડવામાં આવી. નોટિસ મુજબ આગામી 25 સપ્ટેમ્બરે ઈ ઓક્શન ગોઠવવાનું નક્કી પણ થયું છે. બેંકની નોટિસ મુજબ આ લોનમાં સનીના પિતા ધર્મેન્દ્ર પોતે ગેરંટર તરીકે છે. 


જૂહુમાં ગાંધીગ્રામ રોડ પર આવેલા આ બંગાલામાં જ દેઓલ પરિવારનો માલિકોનો સની સુપર સાઉન્ડ સ્ટુડિયો પણ છે. તમને જણાવી દઈએ કે બોલીવુડની મોટાભાગની ફિલ્મોનું ડબિંગ અને સાઉન્ડ એડિટિંગ આ જ સ્ટુડિયોમાં થતું હોય છે. આથી દેઓલ પરિવારને આ સ્ટુડિયોમાંથી તગડી કમાણી થતી હોય તે દેખીતું છે. 


સૂત્રોના જણાવ્યાં મુજબ સનીએ 2016માં એક ફિલ્મ ફાઈનાન્સ કરવા માટે બંગલો ગિરવે મૂક્યો હતો પરંતુ કોઈ કારણસર લોન ભરપાઈ થઈ શકી નહીં. વારંવાર નોટિસ મળવા છતાં લોન ભરવામાં ન આવી અને બેંકે છેવટે બંગલાની હરાજી કરીને બાકી રકમ વસૂલવાનું નક્કી કર્યું છે. 


સની દેઓલ તરફથી પ્રતિક્રિયા
બેંક ઓફ બરોડા તરફથી બહાર પાડવામાં આવેલી નોટિસના ખબર બાદથી ફેન્સ સની દેઓલ તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આવવાની રાહ જોઈ રહ્યા હતા. ઈટાઈમ્સના રિપોર્ટ મુજબ તેમાં સની દેઓલ તરફથી તેમના એક પ્રવક્તાનું નિવેદનને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે અમે આ મુદ્દાને ઉકેલવામાં લાગ્યા છીએ અને સમસ્યાનું સમાધાન થઈ જશે. અમે અપીલ કરીએ છીએ કે તેના પર બીજી કોઈ અટકળો ન કરો. બેંક દ્વારા કરાયેલી હરાજી પ્રત્યે પોતાનું વલણ સ્પષ્ટ કરતા સની દેઓલે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ મામલે કોઈ પણ પ્રકારની અફવાઓ ફેલાવવામાં ન આવે. 


આ સમગ્ર મુદ્દે એક રિપોર્ટમાં એક ટ્રેડ એનાલિસ્ટના શબ્દોને ટાંકીને પણ કહેવાયું છે કે હરાજી રદ કરી દેવામાં આવશે. મામલાની પતાવટ માટે તેમની પાસે એક મહિનાનો સમય છે. સારી વાત એ છે કે સંપત્તિ પર હજુ પણ સનીનો કબજો છે. બેંક પોતાનું કર્તવ્ય નીભાવી રહી છે. પરંતુ આ મુકામ પર પહોંચ્યા બાદ સની દેઓલ કોઈ જોખમ ઉઠાવવા નહીં ઈચ્છે. તેઓ બેંક સાથે  બેસીને મામલાનો ઉકેલ લાવી દેશે. હવે જોવાનું એ રહેશે કે આગળ શું થાય છે. સમય જ કહેશે કે બંગલો વેચાશે કે નહીં.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube