નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સની દેઓલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ગયા છે. રિપોર્ટ પ્રમાણે સની દેઓલ પંજાબના ગુરૂદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. આ વચ્ચે સની દેઓલના ફેન્સે તેના મીમ્સ બનાવીને વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે. સની દેઓલ ટ્વીટર પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટર પર સની દેઓલના ઘણી મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે જેમાં તેમની ફિલ્મ દામિની, ગદર અને બોર્ડના એપિક સીન્સને લઈે તેના ડાયલોગ શેર કરવામાં આવી રહ્યાં છે. 



સની દેઓલની હિટ ફિલ્મ દામિનીના આ સીનને શેર કરતા એક ફેનને લખ્યું કે અયોધ્યા કેસની આગામી સુનાવણીમાં સની દેઓલ સાચું કહેશે. 



તો એક યૂઝરે ગદરનો સીન શેર કરતા લખ્યું કે, હવે સની દેઓલ પોતાના અંદાજમાં સર્જિકલ સ્ટ્રાઇક કરશે. 



ભાજપમાં જોડાયા બાદ સની દેઓલે કહ્યું કે, જે રીતે પાર્ટીમાં તેમનું સ્વાગત થયું તે તેઓ શબ્દોમાં વ્યક્ત ન કરી શકે. સની દેઓલે આગળ કહ્યું કે, જેમ પપાએ અટલજીનો સાથ આપ્યો હતો તેમ હું પણ મોદીજીનો સાથ આપીશ. હું ઈચ્છું છું કે આવનારા પાંચ વર્ષમાં મોદી સરકાર બને. 



મહત્વનું છે કે ભાજપના મોટા નેતાઓની આગેવાનીમાં સની દેઓલે રક્ષાપ્રધાન નિર્મલા સીતારમન સભ્ય પદ સાથે જોડાયેલી ચિઠ્ઠી આપતા પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કે સની દેઓલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પુણે એરપોર્ટ પર 19 એપ્રિલે મળ્યા હતા. પંજાબમાં ભાજપ, શિરોમણિ અકાલી દળની સાથે ગઠબંધન કરીને રાજ્યની ત્રણ સીટ અમૃતસર, ગુરૂદાસપુર અને હોશિયારપુર પર ચૂંટણી લડી રહી છે.