નવી દિલ્હી : પોતાની બાયોપિક કરણજીત કોર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનથી ગત્ત દિવસોમાં ચર્ચામાં રહેલ બોલિવુડ અભિનેત્રી સની લિયોન એક વખત ફરી ચર્ચામાં છે. આ વખતે એક ટીવી રિયલ્ટી શોને હોસ્ટ કરી રહી છે. આ શોના એક વીડિયો શૂટમાં સની લિયોનીએ ગાઢ જંગલ વચ્ચે બનારા એક ઝરણા નીચે ડાંસ કર્યો છે. સની લિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયોને શેર કર્યો છે. વીડિયોને શેર કરતા તે સોશ્યલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીવી પર પ્રસ્તારિત થનારા રિયાલિટી શો સ્પિટ્સવિલા-11 ચાલુ થઇ ચુક્યું છે. સ્પિટ્સવિલાની આ સીઝનમાં 9 યુવતીઓ અને 10 યુવક છે. અલગ - અલગ બેકગ્રાઉન્ડથી આવેલા તમામ પ્રતિયોગી એક બીજાને ઇમ્પ્રેસ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. આ વખતે શોની ખાસિયત છે કે મનોરંજનની દુનિયામાં દેશ-વિદેશના નામ કમાઇ ચુકેલ સની લિયોન. સની લિયોન અને રણવિજય હોસ્ટ કરી રહ્યા છે. આ શોકના પ્રતિભાગીઓને તેમના સાચા પ્રેમની શોધ સાથે સની અને રણવિજય તેમનો સાથ આપી રહ્યા છે. 

સ્પિટ્સવિલા-11માં સની લિયોન દર્શકોનું ખુબ મનોરંજન કરી રહ્યા છે. સની લિયોને આ શો સાથે જોડાયેલા એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એક ગાઢ જંગલમાં વહી રહેલા એક મોટા ઝરણા નીચે નહાતી દેખાઇ રહી છે. સનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સની ખુબ જ રોમાન્ટીક અંદાજમાં જોવા મળી રહી છે. 



ગાઢ જંગલમાં વહી રહેલા આ ઝરણામાં સની એકલી ડાન્સ કરી રહી છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધારે લોકો જોઇ ચુક્યા છે. સ્પિટ્સવિલાની આ સીઝનનું શુટિંગ રામપુરના જિમ કાર્બેટ પાર્કમાં થઇ રહ્યું છે. 
પોર્ન સ્ટારથી બોલીવુડ સ્ટાર બનેલી સની લિયોની ઘણા હિન્દી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હાલમાં તેમની બાયોપિક કરનજીત કૌર રિલીઝ થઇ હતી. આ બાયોપિકને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.