નવી દિલ્હી: ચીનથી ફેલાયેલા કોરોના વાયરલ (Corona Virus)ને લઇને ફિલ્મ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) પણ ડરેલી જોવા મળી રહી છે. એરપોર્ટ પર તે માસ્ક પહેરેલી તો જોવા મળી, સાથે જ તેમણે ઇંસ્ટાગ્રામ પર પણ ચેતાવણી આપી હતી. સનીનો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ફેન તેમની સાથે સેલ્ફી લેવા ઇચ્છી રહી છે, પરંતુ ફેન જેવો નજીક આવે છે તો તે તેમને જોઇને માસ્ક પહેરી લે છે. તેથી ફેન જરૂર નિરાશ થઇ. એરપોર્ટ પર સની અને તેમના પતિ માસ્ક પહેરેલાં જોવા મળ્યા. સનીનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેનાપર ફેન્સ જઇને કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ વીડિયો માનવ મંગલાની ઇંસ્ટાગ્રામ પોસ્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનમાં અત્યાર સુધી 136 લોકોના મોત
કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 136 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 6000 લોકો તેની ચપેટમાં છે. તેમાંથી 461ની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે. ચીનના વુહાન શહેરમાં સન્નાટો પ્રસરી ગયો છે. ચીનમાં કોરોનાનો ખૌફ એ રીતે ફેલાયેલો છે કે લગભગ 4 કરોડ લોકો કોરોનાથી પ્રભાવિત શહેરો અને પ્રાંતોને છોડીને સુરક્ષિત સ્થળે જઇ ચૂક્યા છે. તો બીજી તરફ વુહાન સહિત એક ડઝન શહેરોમાં ફ્લાઇટ અને ટ્રેનો જેવી સેવાઓ રોકી દેવામાં આવી છે. કોલેજો અને સ્કૂલોમાં પણ રજા વધારી દેવામાં આવી છે. પરિસ્થિતિ એવી છે કે ચીનમાં માસ્ક પહેર્યા વિના કોઇપણ ઘરની બહાર નિકળી રહ્યું નથી. 


શું ચીનની લેબમાં તૈયાર કરવામાં આવ્યો કોરોના વાયરસ?
કોરોના વાયરસ ફક્ત ચીન જ નહી પરંતુ દુનિયા માટે મોટી દહેશત બની ચૂક્યો છે. દુનિયાના ઘણા ભાગોમાં એક શંકા છે. શું કોરોના વાયરસ ચીનના બાયોલોજિકલ હથિયારોના ખતરનાક પ્લાનથી તો નથી ફેલાયો ને? પ્રશ્ન એ છે કે વુહાનમાં જ્યરે ન્યૂમોનિયાનો જે પહેલો કેસ જોવા મળ્યો તો તેનાથી ઠીક પહેલાં ચીનના ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાન ચુપચાપ કેમ પહોંચ્યા હતા. જોકે, ઇઝરાઇલના પૂર્વ મિલિટ્રી ઇંટેલીજન્સ ઓફિસરે બાયોલોજિક વોરફેર પર અધ્યયન કર્યું છે અને દાવો કર્યો છે કે કોરોના વાયરસને ચીનની જ પી4 લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાના વિશેષજ્ઞો પણ દાવો કરી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube