Sunny Leone Bikini Photoshoot: લો હવે સન્ની લિયોની પણ `પેલાં` રંગની બિકીનીમાં આળોટતી દેખાઈ!
બિકીનીનો કેસરી રંગ હોવાથી હિન્દુ સંગઠનોએ નારાજગી દર્શાવી છે. અને આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી છે. આ વિવાદોની વચ્ચે અભિનેત્રી સન્ની લિયોનીએ પોતાના અંદાજથી લોકોના હોશ ઉડાવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોની છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે,
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી બિકની અને તેના રંગના કારણે વિવાદ ચાલી રહ્યો છે. શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણની જોડી લાંબા સમય બાદ ફરી એકવાર રૂપેરી પડદે એક સાથે ચમકવા જઈ રહી છે. ત્યારે પઠાણ ફિલ્મમાં ફિલ્માવાયેલું એક હોટ સોંગ હાલ વિવાદોમાં છે. આ સોંગમાં દિપીકા પાદુકોણ બિકીનીમાં જોવા મળે છે. જોકે, બિકીનીનો રંગ વિવાદનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. બિકીનીનો કેસરી રંગ હોવાથી હિન્દુ સંગઠનોએ નારાજગી દર્શાવી છે. અને આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી છે.
દરિયા કિનારે સન્નીનો બોલ્ડ અવતાર-
અભિનેત્રી સન્ની પોતાના હોટ લૂક અને બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતિ છે. પરંતુ હવે બિકની સાથે ફોટો પડાવીને સન્નીએ લોકોના હોશ ઉડાવ્યા છે. વાયરલ વીડિયોમાં સન્ની દરિયા કિનારે સૂઈ રહેલી જોવા મળે છે. સન્નીનો આ અંદાજ યૂઝર્સને પસંદ પણ આવી રહ્યો છે. સન્નીની આ અદાઓથી યૂઝર્સ કમેન્ટ કરવામાં પોતાને રોકી શકતા નથી.
તમને જણાવી દઈએ કે, પઠાણ ફિલ્મના એક ગીતમાં દીપિકા પાદુકોણે ઓરેન્જ કલરની બિકની પહેરતા વિવાદ થયો છે. આ વિવાદ વચ્ચે સન્નીએ ભગવા કલરની બિકની પહેરીને પોઝ આપતી નજરે પડી છે. કેટલાક યૂઝર્સ સન્નીને સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક સન્નીને બોયકોટ કરવાની પણ માગ કરી રહ્યા છે.