અમદાવાદ : સની લિયોને પોતાનાં પતિ ડેનિયલ વેબસ અંગેની તમામ માહિતી શેર કરી છે. હ્યૂમન્સ ઓફ બોમ્બેનાં ઓફિશિયલ પેજ પર સનીએ લખ્યું છે કે તે ડેનિયલની દિવાની થઇ ગઇ હતી. સનીએ જણાવ્યું કે, તેની ડેનિયલ સાથે પહેલી મુલાકાત લાસ વેગાસની એક નાઇટ ક્લબમાં થઇ હતી. ડેનિયલના માટે સની પહેલી નજરનો જ પ્રેમ હતી, બીજી તરફ સનીએ તેમની તેમને થોડા સમય માટે વાત કરી હતી. જો કે તે માત્ર તે વાતથી ઇમ્પ્રેસ થઇ કે ફોન નંબર હોવા છતા ડેનિયલે તેને ઇમેઇલ કર્યો અને ત્યાર બાદ તેમની મુલાકાત થઇ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનીએ એવો ખુલાસો પણ કર્યો કે, જ્યારે ડેનિયલની સાથે તેમની પહેલી ડેટ થઇ હતી, ત્યારે તેઓ એક કલાક મોડા પહોંચ્યા હતા. તેની મુલાકાત ત્રણ કલાક ચાલી હતી. આ દરમિયાન તેને પ્રેમનો અહેસાસ થવા લાગ્યો હતો. સનીએ જણાવ્યું કે, સામાન્ય કપલની જેમ તે બંન્ને પણ ઘણો લાંબા સમય સુધી વાતો કરતા હતા અને જ્યારે તેઓ વિદેશમાં જતી હતી તો ડેનિયલ તેને ત્યાં પણ ફુલ અને ગીફ્ટ્સ મોકલતો રહેતો હતો. 

સનીએ જણાવ્યું કે, એડલ્ટ મૂવીઝમાં ડેનિયલ બીજા પુરૂષો સાથે કામ કરતી જોઇને સહન નહોતો અનુભવી શકતો. જેના કારણે બંન્નેએ આખરે પોતાની જ કંપની શરૂ કરી અને ડેનિયલે સની લિયોનીની સાથે કામ કરવાનું ચાલુ કરી દીધું. 

સનીએ કહ્યું કે, ડેનિયલ મારા દરેક કિસ્સામાં મારા સપોર્ટીવ રહ્યા. મારા દરેક સપાને તે પોતાના સમજે છે. સની લિયોની જણાવે છે કે, ડેનિયલના રિલેશનમાં આવ્યા બાદ તેની માનું નિધન થઇ ગયું હતું. એવા સમયે ડેનિયલને તમામ મદદ કરવામાં આવી.