નવી દિલ્હી : સની લિયોને મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ સાથએ બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. એક સમયની પોર્ન સ્ટાર સની લિયોની બોલીવુડમાં આટલા ટૂંકાગાળામાં પોતાનું સ્થાન બનાવી લેશે એવી કોઇને કલ્પના પણ ન હતી. આજે સની લિયોન પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. સનીનું બોલીવુડમાં ડેબ્યુ ઘણું મજેદાર છે. મહેશ ભટ્ટ ઘણા સમય પહેલા જ સની સાથે કામ કરવા ઇચ્છતા હતા અને એમણે પોતાની ફિલ્મ કલીયુગ સનીને ઓફર પણ કરી હતી. જોકે સનીએ એ વખતે જે માંગણી કરી હતી એ સાંભળી મહેશ ભટ્ટના હોશ ઉડી ગયા હતા. સનીએ એ વખતે મહેશ ભટ્ટ પાસે 10 લાખ ડોલર માંગ્યા હતા અને આ રકમ સાંભળી મહેશ ભટ્ટે સની સાથે ફિલ્મ બનાવવાનો વિચાર માંડી વાળ્યો હતો. જોકે બાદમાં સનીએ ફિલ્મ જિસ્મ-2 માટે મહેશ ભટ્ટ સાથે કર્યું અને બોલીવુડમાં એના રસ્તા ખુલ્લા થયા. બાદમાં અન્ય પ્રોજેક્ટસ માટે સની પાસે ડાયરેકટરોની લાઇન લાગવા લાગી. 


સની લિયોનનો જન્મ 13 મે 1981 કેનેડામાં ઓંટોરિયામાં એક શિખ પરિવારમાં થયો હતો. એનું અસલી નામ કરણજીત કૌર વોહરા છે. વર્ષ 1996માં સનીએ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજમાં એન્ટ્રી લીધી હતી. બાળપણમાં સનીને હોકી રમવાનો શોખ હતો અને તે છોકરાઓ સાથે હોકી પણ રમતી હતી. તેણીને આઇસ સ્કેટિંગ પણ ઘણું પસંદ છે. 


બોલીવુડના લેટેસ્ટ ન્યૂઝ જાણો એક ક્લિક પર