નવી દિલ્હી: અભિનેત્રી સની લિયોની છેલ્લા કેટલાક સમયથી મીડિયાથી દૂર છે અને પોતાની ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત છે. તે જલદી જ સાઉથ ઇન્ડીયન ફિલ્મ 'વીરમહાદેવી'માં જોવા મળશે. સની લિયોનીની આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે ફિલ્મમાંથી સની લિયોનીના ફર્સ્ટ લુકને પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. ફિલ્મમાં પોતાના લુકને સની લિયોનીએ પોતે પોતાના સોશિયલ મીડિયા હેંડલ પર શેર કર્યો છે. તેના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં તે એક યોદ્ધાના રૂપમાં જોવા મળી રહી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલવાન જોડીને બિગ બોસે કરી ઓફર, સીઝન 12માં મળશે જોવા


સની લિયોનીએ પોતાની ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટરને શેર કરતાં લખ્યું, તેને તમારી સાથે શેર કરતાં હું ખૂબ ઉત્સાહિત છું. તસવીરમાં સની ઘોડા પર બેસેલી નજરે પડે છે અને તે પૂરી રીતે એક યોદ્ધાની ભૂમિકામાં જોવા મળી રહી છે. સનીના ફેન્સ માટે આ કોઇ ટ્રીટથી ઓછું નથી કારણ કે તે આ પહેલાં ક્યારેય પણ આ પ્રકારની ભૂમિકામાં નજરે પડે છે. 



આ ફિલ્મનું શૂટિંગ તમિલ અને તેલુગુમાં કરવામાં આવી રહ્યું છે પરંતુ ફિલ્મને મલયાલમ, કન્નડ અને હિંદીમાં પણ રિલીઝ કરવામાં આવશે. તામિલમાં આ ફિલ્મનું નામ 'વીરમાદેવી' છે જ્યારે તેલુગુમાં ફિલ્મનું  'વીરમહાદેવી' છે. જોકે, અહીં તમને જણાવી દઇએ કે હજુ સનીની આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને પોસ્ટમાં પણ શૂટિંગ ઇન પ્રોગેસ લખવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વીસી વાડિવુડ્યાન કરી રહ્યા છે. રિપોર્ટના અનુસાર આ ફિલ્મમાં હાઇલેવલના વિજુઅલ ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવશે.