નવી દિલ્હી: સુપર 30 ગુરૂ આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ સુપર 30 ના હિરો રિતિક રોશને ફિલ્મની સફળતા બાદ આનંદ કુમારને પગે લાગી આશીર્વાદ લેતાં કહ્યું કે, ગુરૂ પૂર્ણિમાના દિવસે આ મોટા ગુરૂના આશીર્વાદ મેળવી હું ધન્યતા અનુભવું છું. ફિલ્મના પ્રમોશન માટે પટના આવેલા રિતિકે અહીં કહ્યું કે, એમના જીવનની સૌથી સુંદર ફિલ્મ સુપર 30 જ છે. ફિલ્મમાં ન માત્ર આનંદ કુમારના પાત્રની ભૂમિકા ભજવવી મોટી વાત છે પરંતુ આ દરમિયાન એમનાથી ઘણું બધુ શીખવા પણ મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિતિક રોશને વધુમાં કહ્યું કે, સંઘર્ષના દિવસોમાં જીવન જીવવાની કળા અને ખરાબ સ્થિતિમાં પોતાની જાતને ટકાવી ઉપર લાવવી એ આનંદ સર પાસેથી શીખવા જેવું છે. આજે હું મારા બે પુત્રોને પણ આનંદ સર પાસેથી શીખવા માટે કહું છું. બિહાર અંગે પુછાયેલા સવાલ અંગે રિતિકે કહ્યું કે, બિહારી ભાષા શીખવા માટે મેં ઘણી મહેનત કરી છે, બિહાર આવી હું ધન્ય થઇ ગયો છું. મને લાગે છે કે ગત જન્મમાં હું બિહારી હતો. 



આ અવસરે આનંદ કુમારે રિતિક રોશનના અભિનયના સારા વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, રિતિક રોશને આનંદના જીવનને જીવંત કર્યું છે. ફિલ્મ જોઇને હું જાતે ભાવુક થઇ જાઉં છું. સુપર 30 ગત સપ્તાહે સમગ્ર દેશમાં રિલીઝ થઇ છે.