સુશાંત આપઘાત કેસઃ સુપ્રીમ કોર્ટે ફગાવી સીબીઆઈ તપાસની માગ
સુશાંત સિંહ રાજપૂતના મોતની સીબીઆઈ તપાસની માગ કરતી જનહિત અરજીને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પોલીસને તેનું કામ કરવા દો.
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતના મોતની સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરતી જનહિત અરજી સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પોલીસને તેનું કામ કરવા દો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરજીકર્તા અલખ પ્રિયાને આ મામલામાં કોઈ લેવા-દેવા નથી. કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, બોમ્બે હાઈકોર્ટમાં જાવ.
બિહાર પોલીસે સુશાંતની બહેનનું નિવેદન નોંધ્યુ
બિહાર પોલીસે મુંબઈમાં સુશાંતની બહેન મીતૂ સિંહ અને તેના મિત્ર મહેશ કૃષ્ણા શેટ્ટીનું નિવેદન લીધું છે. સુશાંતની બહેને કહ્યું, રિયાએ સુશાંતને સંપૂર્ણ પણે કાબુમાં રાખ્યો હતો. ભૂત પ્રેતની કહાની સંભળાવીને તેનું ઘર પણ બદલાવી નાખ્યું હતું. બિહાર પોલીસ હવે તેના બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરશે. સાથે તે ડોક્ટરોની પણ બિહાર પોલીસ પૂછપરછ કરશે જેણે સુશાંતની સારવાર કરી હતી.
સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના આપઘાતને ગણાવી હત્યા, જણાવ્યાં 26 મોટા કારણ
સુશાંત કેસમાં નવો ખુલાસો
સુશાંત સિંહ (Sushant Singh Rajput) કેસમાં એક નવો ખુલાસો થયો છે. રિયા ચક્રવર્તીને લઈને આ ખુલાસો સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ કર્યો છે. બિહાર પોલીસને સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ જણાવ્યું છે કે ફિલ્મ 'મણિકર્ણિકા'ના પ્રમોશન દરમિયાન સુશાંત સિંહે તેને વિશ કરવા માટે મેસેજ કર્યો હતો. ત્યારે બંને વચ્ચે ચેટ દ્વારા લાંબી વાતચીત થઈ હતી. ત્યારે ભાવુક થઈને સુશાંત સિંહે અંકિતાને જણાવ્યું હતું કે "તે આ રિલેશનશીપથી ખુબ પરેશાન થઈ ગયો છે, તે તેને ખતમ કરવા માંગે છે કારણ કે રિયા ચક્રવર્તી તેને ખુબ પરેશાન કરી રહી છે."