ક્યારેક ભિખારી તો ક્યારેક પાઘડીધારી બન્યા મનોજ બાજપેયી, વીડિયોએ ઇન્ટનેટ પર મચાવ્યો તહેલકો
બોલીવુડના જાણિતા કલાકાર મનોજ વાજપેયીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ `સૂરજ પે મંગલ ભારી` (Suraj Pe Mangal Bhari)નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં મનોજ એક સાથે ઘણા પાત્રોમાં જોવા મળી રહ્યા છે, જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1 મિનિત 1 સેકન્ડના વીડિયોમાં મનોજ ઘણીવાર પોતાનો ગેટઅપ ચેંજ કરવા માટે વારંવાર મેકઅપ કરતા જોવા મળે છે.
નવી દિલ્હી: બોલીવુડના જાણિતા કલાકાર મનોજ વાજપેયીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી' (Suraj Pe Mangal Bhari)નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં મનોજ એક સાથે ઘણા પાત્રોમાં જોવા મળી રહ્યા છે, જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1 મિનિત 1 સેકન્ડના વીડિયોમાં મનોજ ઘણીવાર પોતાનો ગેટઅપ ચેંજ કરવા માટે વારંવાર મેકઅપ કરતા જોવા મળે છે.
મનોજ વાજપેયીને કેવી લાગ્યા 4 કલાક
જોકે પડદા પાછળ (Behind-the-Scenes)ના આ વીડિયો ક્લિપ દ્વાર ફિલ્મ મેકર્સે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે મનોજને કહાનીમાં અલગ-અલગ પાત્રો માટે તૈયાર થવામાં 4 કલાક કેવી રીતે લાગ્યા અને કેવી રીતે તેમનો મેકઓવર કરવામાં આવ્યો. ટ્રેલરમાં ક્યારેક એક ભિખારીની ભૂમિકામાં તો ક્યારે એક ડબ્બાવાળાના રૂપમાં, ક્યારેક મહારાષ્ટ્રીયન મહિલાના રૂપમાં તો ક્યારેક પાઘડીધારી સરદારના પાત્રમાં જોવા મળે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube