બોલીવુડની અનેક અભિનેત્રીઓ કાસ્ટિંગ કાઉચના મામલે ખુલીને બોલી ચૂકી છે. જેમાં કલ્કિ કોચલીન, પ્રિયંકા ચોપડા, રાધિકા આપ્ટે, ટિસ્કા ચોપરા, એલી એબરામ જેવી અનેક અભિનેત્રીઓ આ મામલે પોતાની આપવીતિ રજુ  કરી ચૂકી છે. હવે આ યાદીમાં સુર્વીન ચાવલાનું નામ પણ જોડાઈ ચૂક્યું છે અને તેના ખુલાસાથી બોલીવુડમાં હડકંપ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુર્વીને કહ્યું કે મુંબઈમાં પોતાની કરિયરના શરૂઆતના દિવસોમાં તેણે બોડી શેમિંગથી રૂબરૂ થવું પડ્યું. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે આ શરમજનક ઘટનાનો ખુલાસો કર્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે તે સાઉથ સિનેમામાં કાસ્ટિંગ કાઉચનો ભોગ બની ચૂકી છે. સુર્વીનના કહેવા મુજબ તેણે પોતાના મોટાપા કે વધેલા વજનના કારણે બોડી શેમિંગ સામે પણ ઝઝૂમવું પડ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે તેની ડેબ્યુ ફિલ્મની પહેલી મીટિંગ દરમિયાન તેને તેનું વજન, કમર અને છાતીના માપ વિશે પૂછવામાં આવ્યું હતું. 



સુર્વીન ચાવલાનું કહેવું છે કે 'સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ કાસ્ટિંગ કાઉચથી બાકાત નથી. ત્યાં આવું અવારનવાર થાય છે.' સુર્વીને જણાવ્યું કે જ્યારે નાના પડદેથી ફિલ્મોમાં જવાનું તે પ્લાનિંગ કરી રહી હતી ત્યારે મુંબઈમાં આવી જ મીટિંગમાં કોઈએ કહ્યું હતું કે 56 કિલો વજન સાથે તમે ફિલ્મોમાં કામ કેવી રીતે કરી શકો. અભિનેત્રીના કહેવા મુજબ  મોટાભાગની મહિલાને તેમની શારીરિક બનાવટ, ચહેરા પર સવાલ પૂછાય છે. તેમના વજનને લઈને સવાલ પૂછાય છે. લોકો કમરની સાઈઝ શું છે? તમારી બ્રેસ્ટની સાઈઝ શું છે? જેવા સવાલ પૂછે છે. 



અત્રે જણાવવાનું કે સુર્વીન ચાવલા બોલીવુડમાં પોતાની બોલ્ડનેસ માટે પણ ખુબ જાણીતી છે. તેણે એક્તા કપૂરની સીરિયલ 'કસોટી જિંદગી કી'થી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રી બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તે 'હેટ લવ સ્ટોરી 2', 'અગલી', 'પાર્ચ્ડ', 'ક્રિએટર 3ડી' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. છેલ્લે તે વેબ શો 'સેક્રેડ ગેમ્સ'માં જોવા મળી હતી.