નવી દિલ્લીઃ સૂપર સ્ટાર સૂર્યા છેલ્લે ફિલ્મ જય ભીમમાં જોવા મળ્યો...જેના ખૂબ જ વખાણ થયા હતા. ફિલ્મની સ્ટોરીથી લઈને એક્ટર્સની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી છે. હવે આ ફિલ્મને લઈને વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મે વધુ એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જેના કારણે સુર્યાના ચાહકો ઝૂમી ઉઠ્યા..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મે બનાવ્યો રેકોર્ડ-
ફિલ્મ 'જય ભીમ'એ ઓસ્કરની યુટ્યુબ ચેનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ ફિલ્મ એકેડેમિક એવોર્ડ્સની યુટ્યુબ ચેનલ પર બતાવવામાં આવી છે. આ પહેલી તમિલ ફિલ્મ છે, જેને આ તક મળી છે. 'જય ભીમ' એ ગોલ્ડન ગ્લોબ્સ 2022માં બેસ્ટ નોન ઇંગ્લિશ ફિલ્મ કેટેગરીમાં પહેલાથી જ સત્તાવાર એન્ટ્રી લીધી છે. આટલું જ નહીં, આ ફિલ્મે 9.6 રેટિંગ સાથે IMDbમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે.


ખુશી ઝૂમી ઉઠ્યા સૂર્યાના ફેન્સ-
સુર્યાના ચાહકો ફિલ્મના આ નવા રેકોર્ડથી ખુશીથી ઝૂમી ઉઠ્યા અને તેમણે ટ્વિટર પર ફિલ્મના સ્ક્રીનશોટ શેર કરીને પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, સુર્યાએ અમને અને ભારતીય સિનેમાને ગર્વની અનુભૂતિ કરાવી. બીજાએ લખ્યું, આ એક અદ્ભુત ફિલ્મ છે, ચોક્કસ જુઓ. કોઈએ લખ્યું, ગર્વની ક્ષણ. આ રીતે, સુર્યાના ચાહકો તેના અને ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે.


સત્ય ઘટના પર આધારિત ફિલ્મ-
ફિલ્મમાં સુર્યાએ વકીલ ચંદ્રુની ભૂમિકા ભજવી હતી અને લિજોમોલ જોસે સેંગાનીની ભૂમિકા ભજવી હતી. નિર્દેશક ટીજે જ્ઞાનવેલે પણ કોર્ટરૂમ ડ્રામા સારી રીતે શૂટ કર્યો છે.પોલીસ તંત્ર અને કોર્ટે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પ્રત્યે વધુ સંવેદનશીલ, વધુ માનવીય, પક્ષવિહીન બનવાની જરૂર હોય તેવું ફિલ્મમાં દર્શાવાયું છે. ફિલ્મ 'જય ભીમ'માં મણિકંદન, રાજીશા વિજયન, પ્રકાશ રાજ અને રાવ રમેશ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે. વર્ષ 1993માં બનેલી એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે જેમાં જસ્ટિસ કે ચંદ્રુ દ્વારા લડવામાં આવેલ કેસ સામેલ છે.