Sushant Singh Rajput: મોતના 4 વર્ષ બાદ સુશાંત વિશે સામે આવી અત્યંત ચોંકાવનારી વાત, જાણો કેમ પરેશાન રહેતો હતો અભિનેતા?
Sushant Singh Rajput News: બોલીવુડના દિગ્ગજ અભિનેતાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત વિશે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો. સુશાંત એક ચીજથી ખુબ પરેશાન રહેતો હતો. જાણો તેમણે શું કહ્યું સુશાંત વિશે?
સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડના અનેક સિતારા એવા છે જેમની સાથે અભિનેતા ખુબ સંપર્કમાં રહેતો હતો. આવા જ એક અભિનેતા છે મનોજ બાજપેયી. મનોજ બાજપેયીએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો જેમાં જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતના 10 દિવસ પહેલા અભિનેતા સાથે તેમની શું વાત થઈ હતી. તેમણે એ પણ જણાવ્યું કે સુશાંત કઈ વાતથી પરેશાન હતો.
ખુબ પરેશાન હતો સુશાંત
મનોજ બાજપેયીએ આ વાતો સિદ્ધાર્થ કનનને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહી. અભિનેતાએ કહ્યું કે, સુશાંત બ્લાઈન્ડ આર્ટિકલ એટલે કે એવા આર્ટિકલ કે જેમાં કોઈ સત્ય હોતું નથી તેવા આર્ટિકલથી ખુબ પરેશાન હતો. તે ખુબ સારો માણસ હતો અને જે સારા હશે તેઓ આ પ્રકારના આર્ટિકલથી પરેશાન હશે. તે હંમેશા મને પૂછતો હતો કે સર હું શું કરું? હું હંમેશા તેને કહેતો હતો કે તેના વિશે આટલું બધુ ન વિચાર્યા કર.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube