રક્ષાબંધન પર Sushant Singh Rajput ની બહેન થઈ ભાવુક, શેર કરી બાળપણની તસવીર
આજે રક્ષાબંધનનો તહેવાર છે. ત્યારે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેનને પોતાના ભાઈની યાદ આવી છે. શ્વેતા સિંહ કીર્તિએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે.
નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર આજે પણ તેના નિધનના દુખમાંથી બહાર આવી શક્યો નથી. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ સોશિયલ મીડિયા પર અભિનેતા સાથે જોડાયેલી તસવીરો શેર કરતી રહે છે. ફેન્સ પોતાના અભિનેતાને આ પોસ્ટરોમાં જોઈ ભાવુક થઈ જાય છે. રક્ષાબંધન પર શ્વેતાએ એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.
તસવીર સુશાંત અને શ્વેતાના બાળપણની છે. સુશાંત પોતાની બહેનની સાથે ઉભી છે. શ્વેતા કોઈ વાત પર હસી રહી છે જ્યારે સુશાંત કેમેરા તરફ જોઈ રહ્યો છે. તસવીર પોસ્ટ કરતા શ્વેતાએ કેપ્શનમાં લખ્યું- લવ યૂ ભાઈ, આપણે હંમેશા સાથે રહીશું. ગુડિયા ગુલશન...
આ પોસ્ટ જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા. એક યૂઝરે લખ્યું- આઈ લવ યૂ સુશાંત, તો અન્ય યૂઝર્સે કોમેન્ટ કરી- હેપ્પી રક્ષાબંધન, તે આપણે બધાને જોઈ રહ્યો છે. ફેન્સ સુશાંત સાથે જોડાયેલી તસવીરો જોઈને ઇમોશનલ થઈ જાય છે.
Rakshabandhan 2021: આ કામ કરે છે શાહરુખ અને અક્ષયની સગી બહેન, જાણીને ચોંકી જશો...
એક ફેને લખ્યું- એક સેકેન્ડ માટે મને લાગ્યું કે તમે પરત આવી ગયા છો. બીજા યૂઝર્સે લખ્યુ- તમે આ દુનિયામાં જીવિત હોત અને પોતાનું ડીપી ખુબે બદલ્યું હોત. ફેન્સ તેના પર સતત કોમેન્ટ કરી રહ્યાં છે અને સુશાંતને યાદ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube