Sushant Suicide Case: ક્યાં છે સુશાંતનો મિત્ર, ફોન પણ સ્વિચ ઓફ? SITના રડાર પર પિઠાની
એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવાને લઇ બિહાર પોલીસ દરેક એંગલને નજીકથી તપાસ કરી રહી છે. આ મામલે મુંબઈમાં હાજર બિહાર પોલીસની એસઆઈટી સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરશે. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ પહેલાથી તેમના રડાર પર હતો. આગળ વધવા માટે તેની પૂછપરછ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ પિઠાનીએ સૌથી પહેલા સુશાંતની ડેડ બોડી જોઇ હતી, પીઠાની સુશાંતની સાથે તેના ઘરમાં રહેતો હતો.
પટના: એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતનું રહસ્ય ઉકેલવાને લઇ બિહાર પોલીસ દરેક એંગલને નજીકથી તપાસ કરી રહી છે. આ મામલે મુંબઈમાં હાજર બિહાર પોલીસની એસઆઈટી સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ કરશે. બિહાર પોલીસના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ પહેલાથી તેમના રડાર પર હતો. આગળ વધવા માટે તેની પૂછપરછ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ પિઠાનીએ સૌથી પહેલા સુશાંતની ડેડ બોડી જોઇ હતી, પીઠાની સુશાંતની સાથે તેના ઘરમાં રહેતો હતો.
SIT સિદ્ધાર્થથી પૂછપરછ કરવા ઇચ્છે છે, પરંતુ સિદ્ધાર્થનો ફોન સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે. મુંબઇ પોલીસની તપાસમાં સિદ્ધાર્થ પિઠાનીનું નિવેદન સતત બદલાઇ રહ્યું હતું. એટલા માટે હવે બિહાર પોલીસ તેના નિવેદનને મહત્વનું ગણી રહી છે.
આ પણ વાંચો:- મોટો ખુલાસો! જાણો, પૂજાના નામ પર સુશાંતના એકાઉન્ટથી ક્યારે અને કેટલા નિકાળ્યા પૈસા
પટના SITએ મુંબઇ પોલીસથી ફરી માંગ્યો સહયોગ
છેલ્લા કેટલાક દિવસથી બાંદ્રા અને આસપાસ સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે દરેક કડી જોડવાનો પ્રયત્ન કરી રહેલી બિહાર પોલીસે હવે મુંબઇ પોલીસથી ફરી એકવાર સહયોગ માંગ્યો છે. તેના અંતર્ગત પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને કેસ સંબંધિત બીજા સાક્ષીઓ માટે આવેદન આપવામાં આવ્યું છે. હવે મુંબઇ પોલીસ કાયદાકીય સલાહ બાદ પટના પોલીસને આ દસ્તાવેજો સોંપવા પર છેલ્લો નિર્ણય લેશે. ત્યારે પટના પોલીસ સુશાંતની સેક્રેટરી રહેલી દિશાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ હાંસલ કરી છે અને હવે પટના પોલીસ દિશા અને સુશાંતની વચ્ચે મોતના કનેક્શનના એંગલ પર તપાસમાં આગળ વધી રહી છે.
આ પણ વાંચો:- બિહાર પોલીસે કર્યો સુશાંત સિંહના મોતનો સીન રીક્રિએટ, મળી આ મહત્વની જાણકારી
શું છે સમગ્ર કેસ
તમને જણાવી દઇએ કે, અભિનેતા સુશાંત સિંહે 14 જૂનના તેના મુંબઇ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. તેના મોત બાદ મુંબઇ અને બિહાર પોલીસ આત્મહત્યાના પુરાવા એકત્ર કરી રહી છે. સુશાંત સિંહના નજીકના મિત્રોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે થતા ભેદભાવને તેના મોતનું કારણ જણાવ્યું છે. આ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર પણ આરોપ લાગ્યો છે. હાલમાં જ સુશાંતના પિતાએ રિયાની સામે બિહારમાં એફઆઇઆર નોંધાવી છે. હવે બિહાર પોલીસ રિયાને અરેસ્ટ કરવા માટે પુરાવા એકત્ર કરી તેના વિરૂદ્ધ અરેસ્ટ વોરન્ટ કાઢવાની તૈયારી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube