ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput) આત્મહત્યા કરી છે. મુંબઈમાં પોતાના ઘરમાં ગળે ફાંસે લગાવીને સુશાંતસિંહ રાજપૂતે (RIP Sushant) આત્મહત્યા કરી છે. સુશાંતસિંહના નોકરે આ માહિતી પોલીસને આપી હતી. જોકે, આ વચ્ચે ચોંકાવનારા સમાચાર એ છે કે, સુશાંતસિંહના પૂર્વ મેનેજરે 9 જૂનના રોજ જ આત્મહત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shocking news : બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતે પોતાના ફ્લેટમાં ફાંસી લગાવીને કરી આત્મહત્યા


સુશાંતના એક્સ મેનેજર દિશા સલિયનને ઊંચી ઈમારત પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. દિશા પોતાના પતિ સાથે મલાડમાં રહેતી હતી. દિશાએ પોતાના ઘરની ઈમારતના 14મા માળ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. ત્યારે દિશાના આત્મહત્યાના થોડા દિવસ બાદ સુશાંતસિંહે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જોકે, દિશાનું આકસ્મિક મોત થયુ હોવાનું કહેવાય છે. જોકે, દિશા પણ ડિપ્રેશનનો શિકાર હોવાનું કહેવાય છે. તેના પર્સનલ સંબંધોમાં પણ તિરાડ આવી હતી. તે તેના મંગેતરથી ખુશ ન હતી. 



સુશાંતસિંહના આત્મહત્યાનું કારણ હજી અસ્પષ્ટ છે. જોકે સૂત્રોનું કહેવું છે કે, સુશાંત છ મહિનાથી ડિપ્રેશનનો શિકાર હતો. એક્ટર સુશાંતના મોતના સમાચારથી સૌ કોઈ દુખી અનુભવી રહ્યાં છે. મહેન્દ્રસિંહ ધોનીની સિનેમાના કારણે સુશાંતિ સિંહ રાજપૂતને સારી એવી લોકપ્રિયતા મળી હતી.