નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણે તોફાન આવી ગયું છે. નિધનના લગભગ 50 દિવસ  થયા બાદ આ કેસની તપાસમાં જબરદસ્ત વળાંક જોવા મળી રહ્યાં છે. રાજનેતાઓથી લઈને ફિલ્મી હસ્તીઓ સુશાંત આત્મહત્યા કેસમાં પોતાના મત રજુ કરી રહ્યાં છે. હાલમાં જ મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ પોતાના પર લાગેલા આરોપોને છીછરા રાજકારણ ગણાવીને કહ્યું કે સરકારની સફળતા અને લોકપ્રિયતા જોઈને લોકો તેને પચાવી શકતા નથી. તેમણે કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે રાજકારણ રમવાનું શરૂ કરી દીધુ છે. તેમણે કોઈનું નામ ન લેતા કહ્યું કે રાજનીતિક દ્રષ્ટિએ કેટલાક અસંતુષ્ટ લોકો અનાવશ્યક રીતે ઠાકરે પરિવાર અને તેમને નિશાન બનાવી રહ્યાં છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિત્ય ઠાકરેના આ નિવેદન પર બોલિવૂડની ક્વિન ગણાતી અભિનેત્રી કંગના રનૌતે આક્રમક પ્રહારો કર્યા છે. કંગનાએ આદિત્ય પાસે સુશાંત આત્મહત્યા કેસમાં એક સાથે સતત 7 સવાલ પૂછ્યા છે. પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી કંગનાએ પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ચાર ટ્વિટ કરી જેમાં સાત સવાલ સામેલ છે. 


કંગના પહેલા લખે છે કે જુઓ તો ખરા કોણ ડર્ટી પોલિટિક્સની વાત કરે છે. તમારા પિતાજીને સીએમની ખુરશી કેવી રીતે મળે, તે પોતાનામાં જ ડર્ટી પોલિટિક્સ છે. બધુ ભૂલી જાઓ અને સુશાંત સિંહ રાજપૂત કેસમાં તમારા પિતાજી પાસેથી આ 7 સવાલના જવાબ લઈ આવો. 


આ છે તે સાત સવાલ જે કંગનાએ આદિત્યને પૂછ્યા છે...

1. રિયા ક્યા છે?
2. મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં FIR કેમ દાખલ કરી નથી?
3. ફેબ્રુઆરીમાં જ્યારે સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોલીસને ચેતવ્યા હતાં કે તેમના પુત્રનો જીવ જોખમમાં છે તો મુંબઈ પોલીસે પહેલા જ દિવસે તેમની મોતને આત્મહત્યા કેમ ઠેરવી દીધી?
4. આપણી પાસે ફોરેન્સિક એક્સપર્ટ કેમ નથી કે પછી સુશાંતના ફોન રેકોર્ડ કેમ નથી? ફોન રેકોર્ડમાં કેમ ન શોધાયું કે મોતના એક અઠવાડિયા પહેલા તેણે કોની કોની સાથે વાતો કરી?
5. શું આઈપીએસ વિનય તિવારીને જાણી જોઈને ક્વોરન્ટાઈન કરી દેવાયા?
6. સીબીઆઈ તપાસથી લોકો કેમ ગભરાઈ રહ્યાં છે?
7. રિયા અને તેના પરિવારે સુશાંતના પૈસા કેવી રીતે લૂટી  લીધા?



અત્રે જણાવવાનું કે પડદા પર મણિકર્ણિકાનું પાત્ર ભજવીને પ્રસિદ્ધિ મેળવનારી કંગનાએ સુશાંત આત્મહત્યા કેસમાં અનેક ફિલ્મી સિતારાઓ પર નિશાન સાધ્યું છે. નેપોટિઝમ, મૂવી માફિયા, અને આઉટ સાઈડર્સ અને ઈનસાઈડર્સ જેવા વિષયો ઉપર પણ કંગનાએ ખુબ નેવેદનો આપ્યાં છે.