સુશાંત સિંહની બહેને PM મોદીને કરી મદદની અપિલ, લખ્યો ઓપન લેટર
બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 34 વર્ષની ઉંમરે દુનિયાથી વિદાઇ લીધી છે. તેના નિધનથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેના ચાહકોને પણ મોટા ઝટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત મામલે એક્ટરના પરિવારજનો, મિત્રો અને ચાહકો સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ કેસ માત્ર બિહાર અને મહારાષ્ટ્ર પોલીસની વચ્ચે અટકાયેલો છે.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) 34 વર્ષની ઉંમરે દુનિયાથી વિદાઇ લીધી છે. તેના નિધનથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે તેના ચાહકોને પણ મોટા ઝટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂત મામલે એક્ટરના પરિવારજનો, મિત્રો અને ચાહકો સતત સોશિયલ મીડિયા પર સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યાં છે. પરંતુ આ કેસ માત્ર બિહાર અને મહારાષ્ટ્ર પોલીસની વચ્ચે અટકાયેલો છે.
આ પણ વાંચો:- EXCLUSIVE- સુશાંત એટલો નબળો ન હતો કે આત્મહત્યા કરી લે: અંકિતા લોખંડે
હવે સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મનની વાત કરી છે. તેમણે પીએમ મોદીને એક ખુલ્લો પત્ર ટ્વીટ કરીને લખ્યું કે, 'હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને હું સમગ્ર મામલે તાકીદે તપાસની વિનંતી કરું છું. અમે ભારતની ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ રાખીએ છીએ અને કોઈપણ કિંમતે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.
Sushant Case માં રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આ દિવસે થઇ શકે છે સુનાવણી
શ્વેતાએ તેના ખુલ્લા પત્રમાં લખ્યું છે, 'સાહેબ, મારા દિલે કહ્યું છે કે તમે ક્યાંકને ક્યાંક સત્ય સાથે ઉભા રહેશો. અમે ખૂબ જ સાધારણ પરિવારમાંથી છીએ. મારા ભાઈને કોઈ ગોડફાધર નહોતો. જ્યારે તે બોલીવુડમાં આવ્યો હતો. હું તમને વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતની તપાસ કરો અને ખાતરી કરો કે બધું જ વ્યવસ્થિત રીતે નિયંત્રિત કરવામાં આવ્યું છે અને કોઈ પુરાવા સાથે ચેડાં કરવામાં આવ્યાં નથી. ન્યાય પ્રબળ થાય તેવી અપેક્ષા. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને 14 જૂને મુંબઈમાં તેના ઘરે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. સમાચાર અનુસાર તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો, પરંતુ હજી સુધી તેની આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ બહાર આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube