નવી દિલ્હીઃ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'ડ્રાઇવ'ને એક વર્ષ પૂરુ થઈ ગયું છે. આ ફિલ્મ પાછલા વર્ષ 2019મા 1 નવેમ્બરે રિલીઝ થઈ હતી. આ તકે ફિલ્મની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે પોતાના કો-સ્ટાર સુશાંતને યાદ કર્યો છે. તેણે સુશાંતની સાથે તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેકલીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી તસવીર
જેકલીન ફર્નાન્ડિઝે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ફોટો અને વીડિયો શેર કર્યો છે. તસવીરમાં તે ફિલ્મના ડાયરેક્ટર તરૂણ મંસુખાની અને સુશાંતની સાથે નજર આવી રહી છે. તો વીડિયોમાં જેકલીન અને સુશાંત શિપ પર મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેત્રીએ તસવીરની સાથે લખ્યુ- કાશ તે અત્યારે અમારી સાથે હોત... મિસ યૂ સુશ..


'Fast And Furious'ના ફેન્સ માટે ખરાબ સમાચાર, ફ્રેન્ચાઇઝીને બંધ કરવાની તૈયારીમાં મેકર્સ  

14 જૂને સુશાંતે કર્યો હતો આપઘાત
મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈમાં પોતાના ઘર પર મૃત અવસ્થામા મળ્યો હતો. તેના મોતના મામલામાં સીબીઆઈ, ઈડી અને એનસીબી જેવી એજન્સીઓ તપાસ કરી રહી છે. પહેલા આ કેસની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી. 


બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube